મહારાષ્ટ્રના નાગપુરમાં બની એક ખૂબ જ ચોંકાવનારી ઘટના. એક સગીરાએ ઘરમાં માતાથી છૂપાવીને નવ મહિના સાચવ્યો ગર્ભ અને ઘરે જ YouTube જોઇ બાળકને જન્મ આપ્યો અને પછી તરત જ એ નવાજતની હત્યા કરી. એક વેબ પોર્ટલ પરથી મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં કથીત શારિરિક શોષણનો ભોગ બનેલી 15 વર્ષિય સગીરાએ પહેલાં તો YouTube વિડીયો જોઇને પોતાના જ ઘરમાં એક બાળકને જન્મ આપ્યો. ત્યાર બાદ તેણે એ નવજાતની હત્યા કરી દીધી. પોલિસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સગીરાનું શારિરિક શોષણ કરનાર વ્યક્તિ સાથે તે સોશિયલ મિડીયાના માધ્યમથી મળી હતી. અધિકારીએ જણાવ્યું કે તેણે તેની માતાને એમ કહીને પોતાનું પેટ છૂપાવ્યું કે તેને કોઇ મેડિકલ પ્રોબ્લેમ છે.
આ આખી વાતને અંત સુધી છૂપાવી રાખવા માટે સગીરાને ઘરે જ પ્રસૂતિ કરવાનો આઇડિયા આવ્યો. અને એણે YouTube જોવાની શરુઆત કરી દીધી. અધિકારીએ જણાવ્યું કે 2, માર્ચના રોજ તેણીએ પોતાના ઘરમાં જ એક બાળકીને જન્મ આપ્યો. અને તરત જ આ નવજાત બાળકીનું ગળું દબાવી તેની હત્યા કરી દીધી. એણે મૃતદેહને પોતાના જ ઘરમાં એક બોક્સમાં છૂપાવી રાખ્યો હતો. જ્યારે તેની માતા ઘરે આવી, ત્યારે તેણે પોતાની દિકરીને તેની તબિયત વીશે પૂછ્યું. ત્યારે એણે આખી હકિકત પોતાની માતાને જણાવી. ત્યાર બાદ તેની માતા તેને હોસ્પિટલ લઇ ગઇ. નવજાતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલામાં આવ્યો છે. પોલીસે ઘણાં બધા ગુ્ન્હા હેઠળ કેસ ફરિયાદ નોંધી છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ મળ્યા બાદ હત્યાનો ગુનો દાખલ થશે.