રેલવેમાં મહિલાઓની સુરક્ષા જોખમમાં

આમચી મુંબઈ

બે દિવસમાં વિનયભંગના ત્રણ કેસ -સીએસએમટીમાં બે તો કુર્લામાં એક બનાવ – ચાલતી લોકલ ટ્રેનમાં બે બનાવ

સીએસએમટીમાં પકડાયેલા બે આરોપી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સબર્બન રેલવેમાં બે દિવસમાં વિનયભંગના ત્રણ કેસ નોંધાયા હતા, જેમાં સીએસએમટી સ્ટેશનની હદમાં બે કેસની સાથે બીજા બે બનાવ મુંબઈ સેન્ટ્રલ અને કુર્લામાં બન્યા હતા. શનિવારે એક અને રવિવારે બે બનાવ નોંધાતા સબર્બન મુંબઈ રેલવેમાં મહિલા પ્રવાસીઓની સુરક્ષા મુદ્દે ગંભીર સવાલ ઊભા થયા છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
શનિવારે એક અને રવિવારે બીજો બનાવ સીએસએમટીની હદમાં બન્યો હતો. ૨૧ વર્ષીય યુવતી તેના ભાઈ સાથે ખરીદી કરવા મુંબઈ આવી હતી, ત્યાર બાદ તે (મનીષા નામ બદલ્યું છે) તેના ભાઈ સાથે રવિવારે સવારના ૧૦.૩૯ વાગ્યાના સુમારે સીએસએમટી-થાણેની ડાઉન સ્લો લોકલ ટ્રેન પકડી હતી. આ યુવતી કલ્યાણ દિશાના મહિલા કોચમાં અને નજીકના કોચમાં તેનો ભાઈ બેઠો હતો. સીએસએમટીથી ટ્રેન રવાના થયા પછી જનરલ કોચમાંથી એક શખસ મહિલા કોચમાં ચઢી આવ્યો હતો. એ યુવતી સામે અશ્ર્લીલ ચેનચાળા- ગાળાગાળી કરવા લાગ્યો હતો. યુવતી ગભરાયા પછી તેના ભાઈને ફોન કર્યો હતો અને ટ્રેન મસ્જિદ બંદર સ્ટેશને ઊભી રહ્યા પછી પોલીસ કોચમાં આવી અને આરોપીની અટક કરી હતી. આરોપીને સીએસએમટી રેલવે પોલીસ સ્ટેશનમાં લઈ આવ્યા હતા અને આરોપીએ તેની ઓળખ ગોપી મધુ બોયે (ઉંમર ૩૫, વ્યવસાય મજૂરી) તરીકે કરી હતી. તે મૂળ રાયપુરના છત્તીસગઢનો રહેવાસી છે. આરોપીની વિરુદ્ધ આઈપીસી ૩૫૪ અન્વયે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, એમ સીએસએમટી રેલવે પોલીસના વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
રવિવારની માફક શનિવારે સીએસએમટીમાં બનાવ બન્યો હતો. શનિવારે સાંજના ૬.૩૦ વાગ્યાના સુમારે બે યુવતી દાદરથી સીએસએમટીની ટ્રેન પકડીને દરવાજામાં ઊભા રહીને પ્રવાસ કરી રહી હતી. ભાયખલા પસાર થયા પછી તેમના કોચમાં કોઈ અજાણ્યો શખસ ચઢીને એક યુવતીને ‘હલ્લો’ બોલીને વાતચીત કરવા લાગ્યો હતો. એ જ વખતે બંને જણ ગભરાઈને દરવાજામાંથી સીટ પર બેસી ગયાં હતાં, ત્યાર બાદ ટ્રેન સીએસએમટીમાં પહોંચી ત્યારે બંને જણ ઉતરીને પાંચ નંબરના પ્લૅટફૉર્મ પરની બદલાપુર લોકલમાં ચઢી ગયાં હતાં. તેમનો પીછો કરીને એ શખસ તેમના કોચમાં ચઢી આવ્યો હતો અને અશ્ર્લીલ ઈશારા કરવા લાગ્યો હતો અને તેમની નજીક ધસી ગયો હતો. બંને જણ ડરીને ટ્રેનમાંથી ઊતરીને સીએસએમટી દિશાના કોચમાં ચઢ્યા ત્યાં તો એમના કોચમાં ચઢવા જતા બંને કોચમાંથી ઊતરવા જતાં પ્લૅટફૉર્મ પર પડ્યાં હતાં. જોકે, એ જ વખતે પ્લૅટફૉર્મ પરના હાજર રેલવે પોલીસે એ શખસને ઝડપી લીધો હતો. આરોપીની ઓળખ સલમાન તાજુદ્દીન સૈય્યદ (૧૯ વર્ષ) તરીકે કરી છે, જે મુમ્બ્રાનો રહેવાસી છે. સીએસએમટી સ્ટેશનમાં આરોપીની વિરુદ્ધ આઈપીસી ૩૫૪ અંતર્ગત ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે, એમ પોલીસે જણાવ્યું હતું.
બીજો બનાવ એલટીટીના વેઈટિંગ રૂમમાં બન્યો હતો. એલટીટી ટર્મિનસના એસી વેઈટિંગ રૂમમાં એક મહિલા પ્રવાસી આરામ કરી રહી હતી ત્યારે તેની પાછળ આવીને અજાણ્યા શખસે અશ્ર્લીલ અડપલાં કર્યાં હતાં. મહિલાએ ફરિયાદ નોંધાવતા એ શખસને રેલવે પોલીસે ઝડપી લીધો હતો. સ્ટેશનના પરિસરમાં મહિલાનો વિનયભંગ કરવાના કિસ્સામાં આરોપીની ધરપકડ કરી હતી અને કુર્લા રેલવે પોલીસ સ્ટેશનમાં આઈપીસી ૩૫૪ અંતર્ગત ધરપકડ કરી હતી. આરોપીનું નામ શોએબ સુભાન સિદ્ધિકી (કુર્લા પશ્ર્ચિમ રહેવાસી, ૩૫ વર્ષ) તરીકે કરી છે, એમ કુર્લા રેલવે પોલીસના સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
મુંબઈ સબર્બન રેલવેમાં મહિલાઓની સુરક્ષા મુદ્દે પ્રશાસન સજ્જતા દાખવી રહ્યું છે, પરંતુ વધતા વિનયભંગના કિસ્સા મહિલાઓની સુરક્ષા મુદ્દે ગંભીર સવાલ ઊભા થઈ રહ્યા છે. આ મુદ્દે રેલવે પોલીસે વધુ સજાગતા દાખવવાનું જરૂરી છે, એમ રેલવે પ્રવાસી સંગઠને જણાવ્યું હતું.
———-
બળાત્કાર બાદ કિશોરી પર બ્લેડના ઘા ઝીંક્યા

નરાધમ પોલીસના સકંજામાં

મુંબઈ: કોઇ બાબતે વિવાદ થયા બાદ ઘર છોડીને ભાગેલી અને લોઅર પરેલ સ્ટેશન પરિસરમાં આવેલી કિશોરીને નિર્જન સ્થળે લઇ ગયા બાદ તેના પર બળાત્કાર ગુજારીને બ્લેડના ઘા ઝીંકનારા નરાધમને રેલવે ક્રાઇમ બ્રાન્ચે ચર્ચગેટ ખાતેથી ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ હરિશ ગુપ્તા તરીકે થઇ હોઇ તેની વિરુદ્ધ ચોરી, મારામારીને અનેક ગુના દાખલ છે.
પીડિત કિશોરી પર ૧૦ જુલાઇના રોજ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. કિશોરીએ આની જાણ પરિવારજનોને કર્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી. પોલીસે ગુનો દાખલ કરીને આરોપીની શોધ આદરી હતી અને પંદર દિવસમાં તેને ઝડપી પાડ્યો હતો.
પીડિત કિશોરીનો ઘરમાં કોઇ બાબતે વિવાદ થતાં તે ઘર છોડીને લોઅર પરેલ સ્ટેશન પરિસરમાં આવી હતી. કિશોરીને ત્યાં એકલી ભાળીને આરોપી તેની પાસે ગયો હતો અને તેની સાથે મિત્રતા કરી હતી. આરોપી બાદમાં તેને નજીકના નિર્જન સ્થળે લઇ ગયો હતો, જ્યાં કિશોરી પર બળાત્કાર ગુજાર્યા બાદ તેના પર બ્લેડના ઘા ઝીંકાયા હતા.
આરોપીની ચૂંગાલમાંથી છૂટીને ભાગેલી કિશોરી ઘરે પહોંચી હતી અને પરિવારજનોને તેણે તમામ હકીકત જણાવી હતી. આ પ્રકરણે ફરિયાદ નોંધાવવામાં આવતાં ગુનો દાખલ કરી આરોપીની શોધ માટે ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો તૈયાર કરાઇ હતી. આરોપી હરિશ ગુપ્તા ચર્ચગેટ વિસ્તારમાં હોવાની માહિતી મળ્યા બાદ પોીલસે ત્યાંથી તેને તાબામાં લીધો હતો. જબલપુરના વતની હરિશ ગુપ્તાએ પૂછપરછમાં ગુનાની કબૂલાત કરતાં તેની ધરપકડ કરાઇ હતી. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.