Homeટોપ ન્યૂઝબદ્રીનાથ ધામમાં માઈનસ પારામાં સાધુએ કર્યું કંઇક એવું કે...

બદ્રીનાથ ધામમાં માઈનસ પારામાં સાધુએ કર્યું કંઇક એવું કે…

હાલમાં ઉત્તરાખંડમાં આકરા શિયાળાનો માહોલ છે. ઠેર ઠેર બરફની ચાદર પથરાઇ ગઇ છે. હિંદુઓના પવિત્ર ચારધામમાં પણ બરફ ફેલાયેલો છે. ચારધામમાં એક ધામ બદ્રીનાથ પણ છે. બદ્રીનાથની ચારે બાજુ બરફની જાડી ચાદર પથરાયેલી છે. પારો માઈનસમાં સરકી ગયો છે. આવી સ્થિતિમાં બદ્રીનાથ ધામમાં એક સાધુ 5 ફૂટ જાડી બરફની ચાદરની વચ્ચે કપડા વિના જ તપસ્યા કરી રહ્યા છે.
હાલમાં શિયાળાને કારણે બદ્રીનાથ ધામના દરવાજા બંધ છે અને બદ્રીનાથ ધામની આસપાસ હિમવર્ષા થઇ રહી છે. બદ્રીનાથ ધામમાં સ્થિત તપ્ત કુંડ પાસે એક સાધુ બરફની જાડી ચાદરની વચ્ચે કપડા વગર નારાયણના નામનો જાપ કરી રહ્યા છે.
બદ્રીનાથ ધામના દરવાજા બંધ થવા દરમિયાન કેટલાક સાધુસંતો વહીવટીતંત્રની પરવાનગી લઈને બદ્રીનાથ ધામમાં તપસ્યા કરે છે. તેમાંથી એક સાધુ બદ્રીનાથ ધામમાં કડવી ઠંડી વચ્ચે કપડા વગર બેસીને તપસ્યા કરી રહ્યા છે. સાધુનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

એક તરફ આ દિવસોમાં પહાડોમાં વરસાદ પડી રહ્યો છે અને સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત છે, ત્યારે આસ્થાનો પરિચય આપતા આ સાધુ કડકડતી ઠંડી વચ્ચે કપડા વગર બરફ પર બેસીને નારાયણને યાદ કરી રહ્યા છે. સાધુનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ ઋષિને લોકો નારાયણનું સ્વરૂપ માની રહ્યા છે અને સાધુની તપસ્યા સમક્ષ નતમસ્તક થઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular