સાચુકલા ભારત-રત્ન હરિસિંહ નલવા

ઉત્સવ

વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ

મેરે દેશ કી ધરતી સોના ઉગલે,
ઉગલે હીરે મોતી
મેરે દેશ કી ધરતી…
બૈલો કે ગલે મેં જબ ઘુંઘરુ
જીવન કા રાગ સુનાતે હૈ
ગમ કોસ દૂર હો જાતા હૈ
ખુશિયોં કે કંવલ લહરાતે હૈ
સુન કે રહટ કી આવાજે
યુ લગે કહીં શહનાઇ બજૈ
આતે હી મસ્ત બહારોં કે
દુલ્હન કી તરહ હર ખેત સજે
મેરે દેશ કી ધરતી…
જબ ચલતે હૈ ઇસ ધરતી પે હલ
મમતા અંગડાઇયાં લેતી હે
કયું ના પૂજે ઇસ માટી કો
જો જીવન કા સુખ દેતી હૈ
ઇસ ધરતી પે જીસને જનમ લિયા
ઉસને હી પાયા પ્યાર તેરા
યહાં અપના પરાયા કોઇ નહીં,
સહ હૈ માઁ ઉપકાર તેરા
મેરે દેશ કી ધરતી…
યે બાગ હૈ ગૌતમ નાનક કા
ખિલતે હૈ અમન કે ફૂલ યહાં
ગાંધી, સુભાષ, ટૈગોર, તિલક
ઐસે હે અમન કે ફૂલ યહાં
રંગ હરા હરિસિંહ નલવે સો
રંગ લાલ હૈ લાલ બહાદુર સે
રંગ બના બસંતી ભગતસિંહ
રંગ અમન કા વીર જવાહર સે
મેરે દેશ કી ધરતી…
અભિનેતા-નિર્માતા-દિગ્દર્શક હા, મનોજકુમારની સુપરહીટ ફિલ્મ ‘ઉપકાર’ (૧૯૬૭)નું આ ગીત છે. કલ્યાણજી-આણંદજીના સંગીત અને મહેન્દ્ર કપૂરના સ્વરવાળી આ રચનામાં ગીતકાર ગુલશન બાવરાએ ‘રંગ હરા હરિસિંહ નલાવે સે’ કેમ લખ્યું હશે? આનો ક્યારેય વિચાર કર્યો? આ ગીતમાં ગૌતમ, નાનક, ગાંધી, સુભાષ, ટૈગોર, લાલ બહાદુર, ભગતસિંહ અને વીર જવાહર જેવા શબ્દ સાથે જ આ આંખ સામે એક ચિત્ર આવી જાય, પણ ‘હરિસિંહ નલવે’ના ઉલ્લેખ સાથે એવું નથી થતું કેમ? કારણ કે આ આપણી બદકિસ્મતી છે આપણી ઇતિહાસ અલીત અને વીરતા પ્રત્યેની ધોર નહીં, ગુનાહિત ઉદાસીનતા છે.
બ્રિટિશ ઇતિહાસકારે હરિસિંહ નલવાને ‘એશિયાના નેપોલિયન’ ગણાવ્યા છે. તો તાજેતરમાં એક ઑસ્ટે્રલિયન મેગેઝિને વિશ્ર્વના ટોચના દશ મહાન વિજેતાની યાદીમાં તેમને ટોચનું સ્થાન આપ્યું હતું. આ બન્ને માન-સન્માનને કદાચ હલવાશથી લઇએ તે પણ ઇતિહાસને ખૂણે-ખાંચરે હરિસિંહની યશગાથા જે એની સદંતર અવગણના કરી ન શકાય. વિશ્ર્વના માત્ર શ્રેષ્ઠ યોદ્ધા જ નહીં, સાતત્યસભર વિજેતા હતા.
આજે ય અફઘાનિસ્તાનમાં રડતા બાળકને ચૂપ કરાવવા માતા કહે છે: ‘સા બચ્ચે હરિયા રાગલે,’ આનો અર્થ એ કે બચ્ચા સુઇ જા નહીંતર હરિસિંહ આવી જશે. જે અફઘાનિસ્તાને મહાન સામ્રાજયનું કબ્રસ્તાન કહેવાય છે ત્યાં હરિસિંહ વિશે આવી લોકવાયકા શા માટે? ખૂબ લાંબા સમય પહેલા બ્રિટિશરોએ અફઘાનિસ્તાન પર કબજો જમાવવા અને પઠાનોને જીતી લેવા ભરચક પ્રયાસ કર્યા, પૈસા-સમય- માનવજીવનની મોટે પાયે બરબાદી કરી પણ જરાય ન ફાવ્યા. નજીકના ભૂતકાળમાં બે મહાસત્તા સોવિયેત સંઘ અને અમેરિકાએ પણ અફઘાનિસ્તાનમાં ભારે બરબાદી-બદનામી વહોરીને નાક કપાવ્યા બાદ પીછેહઠ કરવી પડી. આજે ય અમેરિકા સહિતના પશ્ર્ચિમી દેશો અને પાકિસ્તાનનં નિરાંતે ઊંઘવા ન દેતા અફઘાનિસ્તાની માનસમાં હરિસિંહ નલવા માટે આજેય ખૌફ કેમ છે?
જો મહાપ્રતાપી હરિસિંહ નલવા ન હોત તો ભારત અને પાકિસ્તાનને પણ અફઘાનિસ્તાન નામનું શિરદર્દ આજે ય પજવતું હોત. ઘણાં ભારતીય માટે ભલે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરખા ગણાતા હશે પણ બન્નેમાં ફરક છે. પાકિસ્તાને તો નલવાની પૂજા કરવી જોઇએ પણ ત્યાં આજે જે કંઇ થઇ રહ્યું છે એ આંચકાજનક છે. અલબત્ત, પાકિસ્તાન પાસેથી બહેતર વર્તનની અપેક્ષા ય નથી. હકીકતમાં પાકિસ્તાનને હરિસિંહ નલવા માટે વિશેષ પ્રેમ હોવો જોઇએ. એક, હરિસિંહનો જન્મ હાલમાં પાકિસ્તાનના ગુજરાંવાલામાં થયો હતો. નલવાજીની અદ્ભુત વીરતાને લીધે જ અફઘાની પઠાણોને લાહોરથી દૂર તગેડી મુકાયા હતા. પાકિસ્તાનમાં હરિસિંહ નલવાએ પાકિસ્તાનના ખૈબર પખ્તુનવા પ્રાંતના વસાવેલા હરિપુર જિલ્લામાં હરિસિંહ નલવાની પ્રતિમા ઊખેડી નખાઇ છે. શું નાદાન પાકિસ્તાની શાસકો ભારતમાં મોગલોના નામ શહેર, રસ્તા પરથી હટાવવા સામે વિરોધ નોંધાવી રહ્યાં છે. પાડોશી દેશના ઝનૂની તત્ત્વો સરકારના આશિર્વાદ વગર કે છૂપા આશિર્વાદ સાથે આ દુષ્કૃત્ય કરી રહ્યાં છે ત્યારે ….. કે શીખ સંગઠનોએ સમ ખાવા પૂરતો ય વિરોધ નોંધાવ્યો નથી. હરિસિંહ નલવા શેર-એ-પંજાબ ગણાતા મહારાજા, રણજીત સિંહના કમાન્ડર-ઇન- ચીફ એટલે કે સર સેનાપતિ હતા. પંજાબનો વિસ્તાર કરવામાં તેમનો સિંહફાળો હતો. એક શીખ વીના સન્માન માટે પંજાબ સરકાર કે પાકિસ્તાન મિત્ર નવજોતસિંહ સિધ્ધુ કે શત્રુધ્ન સિંહા ય હરફ ઉચ્ચારતા નથી એને શું કહેવું?
ખૂનખાર અને ક્રૂર પઠાણોને રાતે પાણીએ રડાવનારા હરિસિંહ નલવાનો અફઘાનિસ્તાનમાં કેવો દબદબો હતો એના કિસ્સા ઇતિહાસમાં સચવાયેલા છે. નલવાના આગમન માત્રથી અફઘાનીઓ પરસેવો છૂટી જતો હતો. ઘણાં છ ફૂટિયા જીવનની સલામતી માટે નલવા સામે ઘૂંટણિયે પડી જતા હતા. એકવાર હરિસિંહ કેદ પકડાયેલા મુસલમાનોને આદેશ આપ્યો કે જાઓ તમારી બેગમોની સલવાર પહેરીને આવો તો જીવન બક્ષી દઇશ. એક-એક અફઘાની કેદી દોડીને સલવાર પહેરીને એમની સામે ઘૂંટણ ટેકીને માથું નમાવીને બેસી ગયા. આ બધાને એક શરતે જીવનદાન આપ્યું કે જો કયારેય પાયજામામાં દેખાયો માથું ધડથી અલગ થઇ જશે. અને બધા કેદી જીવ બચાવવા ચૂપચાપ માની ગયા.
હરિસિંહ નલવામાં એવું તે શું હતું કે તેઓ પંજાબી રાજ્યનો વિસ્તાર કરાવી શકયા? એવી તે કંઇ વિશિષ્ટતા હતી કે મહારાજા રણજીતસિંહે કાયમ અતૂટ વિશ્ર્વાસ મૂકયો? નલવાજીએ કંઇ રીતે અનેક મુશ્કેલ યુદ્ધ જીતીને એશિયાના નેપોલિયન તરીકે નામના રાખી? પરદેશના નેપોલિયન સાથે સિકંદરને ઓળખનારા આપણે પોતાના સવાયા વીરપુરુષ હરિસિંહને શા માટે ભૂલી ગયા?
હરિસિંહ નલવાએ એક વ્યક્તિ, યોદ્ધા અને ઉમદા માનવી તરીકે અદ્ભુત વ્યક્તિત્વના સ્વામી હતા. તેમનામાં વીરતા સાથે વિવેક, વફાદારી અને સ્ત્રી-દાક્ષિણ્ય ભારોભાર હતા. નાના-નાના સામંત અને રજવાડા જરાક તાકાત તે લાલચ મળતા મહત્ત્વાકાંંક્ષી-લાલચી બનીને દગાફટકા રમી જતા, પણ હરિસિંહ નાનકડા પણ યશસ્વી જીવનમાં હિન્દુત્વ, પંજાબ અને મહારાજા રણજીતસિંહને સદૈવ વફાદાર રહ્યાં.
આ મુઠ્ઠીઊંચેરા મહામાનવ, અદ્ભુત યૌદ્ધા અને ચક્રવર્તી વિજેતાના જીવનમાં ઘણું જાણવા, સમજવા, સ્વીકારવા અને અનુસરવા જેવું છે. એક વાત અગિયાર સો ટકા સાચી કે હવે સરકારી નહીં પણ સાચુકલા ભારતરત્ન હરિસિંહ નલવા જેવા વીરલા થાકતા નથી. (ક્રમશ.)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.