નવી દિલ્હીઃ ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા માસ્ટર બ્લાસ્ટ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરે હૈદરાબાદમાં ઈ-ફોર્મ્યુલા કાર રેસમાં જોવા મળ્યો હતો અને હાલમાં જ તેને મહિન્દ્રા દ્વારા તૈયાર કરવામાં આવેલી દુનિયાની સૌથી ફાસ્ટ ઈલેક્ટ્રિક કાર પિનિનફેરિના બતિસ્તાની સવારી કરતો પણ દેખાયો હતો. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલર મોંઘી અને રેસિંગ કારના શોખ માટે લોકપ્રિય છે અને તેની પાસે એકથી ચઢિયાતી એક લગ્ઝરી કારનું કલેક્શન છે.
તેંડુલકર પ્યોર ઈલેક્ટ્રિક હાઈપર કારનું પર્ફોર્મન્સ જોઈને આ કારનો ફેન થઈ ગયો હતો. સોશિયલ મીડિયા પર તેણે આ કારના પેટભરીને વખાણ કર્યા હતા. ટ્વીટર પર ટ્વીટ કરતાં તેંડુલકરે લખ્યું હતું કે ઈલેક્ટ્રિક વ્હીકલ એ ભવિષ્ય છે? આ સવાલનો બેસ્ટ જવાબ છે પિનિનફેરિના બતિસ્તા. સચિને મહિન્દ્રા ગ્રુપના અધ્યક્ષ આનંદ મહિન્દ્રા અને તેમની ટીમના વખાણ પણ કર્યા હતા.
આનંદ મહિન્દ્રાએ પણ સચિનના ટ્વીટનો જવાબ આપતા જણાવ્યું હતું કે પિનિનફેરિના બતિસ્તા માટે આ એક સરસ ટેગલાઈન છે. તમે (સચિન) અમને બતિસ્તા માટે એક સરસ મજાની ટેગલાઈન આપી દીધી છે. આજે તમને અમારી વચ્ચે જોઈને અમને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે.
You just gave us a brilliant tagline for the #Battista Sachin. A car that ‘defies time & lands you in the future!’ Wah! That makes it a Master Blaster on wheels. And what a pleasure to have you with us today. 🙏🏽 @sachin_rt https://t.co/ZthdujQUg3
— anand mahindra (@anandmahindra) February 11, 2023