12 વર્ષ બાદ માસ્ટર બ્લાસ્ટરને મળી ખાસ ભેટ, જોઈને થયા ભાવુક

ટૉપ ન્યૂઝ સ્પોર્ટસ

ક્રિકેટ જગતના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે ગ્વાલિયરમાં કેપ્ટર રૂપ સિંહ સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા સામે વન ડેના ઈતિહાસમાં પહેલી બે સેન્ચુરી મારી હતી. સચિને જે બોલથી બસ્સો રન બનાવ્યા હતાં તે બોલ 12 વર્ષ બાદ તેમની પાસે આવ્યો છે.

મળતી માહિતી અનુસાર સચિન ઈંદોરના હોળકર સ્ટેડિયમમાં પહોંચ્યા ત્યારે આ બોલ પર ઓટોગ્રાફ આપવાની વિનંતી એમપીસીએના મુખ્ય ક્યુરેટર સમંદર સિંહ ચૌહાણે કરી હતી. બોલ જોઈને સચિને કહ્યું કે આ બોલ મને ગિફ્ટ તરીકે આપી શકો? ત્યારે ચૌહાણ તરત રાજી થઈ ગયા. આમ આ બોલ તેના સાચા માલિક પાસે પહોંચી ગયો એવું મધ્ય પ્રદેશ ક્રિકેટ સંઘના અધિકારીએ જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.