બોલીવૂડના નવા નવા પ્રેમી પંખીડા પરિણીતી ચોપ્રા અને રાઘવ ચઢ્ઢા સિવાય એક બીજું પણ એવું કપલ છે કે જે લાઈમ લાઈટમાં રહે છે અને આ કપલ એટલે રિતીક રોશન અને તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદ. આમ તો હૃતિક રોશનની ગર્લફ્રેન્ડ સબા આઝાદ લાઈમલાઈટથી દૂર રહે છે અને સોશિયલ મીડિયા પર પણ તે ખાસ કંઈ એક્ટિવ દેખાતી નથી. પરંતુ જ્યારે પણ તે તેના બોયફ્રેન્ડ રિતિક સાથે કોઈ ઈવેન્ટ કે પાર્ટીમાં જોવા મળે છે ત્યારે તેની ફેશન સ્ટાઈલ ગજબની હોય છે. દરેક વ્યક્તિ તેના હોટ અને ગ્લેમરસ અવતારને બસ જોઈ રહે છે.
આવું જ કંઈક તાજેતરમાં પણ બન્યું હતું વાત જાણે એમ છે કે સબાએ મનીષ મલ્હોત્રાની ડિઝાઈન કરેલી સાડી પહેરીને સિઝલિંગ ફોટોશૂટ કરાવ્યું હતું. ચમકદાર સાડીમાં, તેણીએ એવા એવા પોઝ આપીને ફોટો ક્લિક કરાવ્યા હતા કે રિતીક પણ તેના વખાણ કરવા મજબૂર થઈ ગયો હતો.
સબા આઝાદે શેર કરેલો ફોટોમાં તે આઇસ બ્લુ કલરની સાડીમાં કિલર પોઝ આપતી જોવા મળે રહી છે. તેણે સેલિબ્રિટી ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના કલેક્શનમાંથી આ સુંદર સાડી પસંદ કરી છે. સબાની આ આઈસ બ્લુ શિમર સાડી પર સિક્વિન વર્ક હતું. સાડી પર સિલ્વર અને લાઇટ બ્લુ શેડના સિક્વિન્સ ઉમેરવામાં આવ્યા હતા, જેનાથી ડ્યુઅલ કલર ઇફેક્ટ બનાવવામાં આવી હતી. મનીષની સાડીઓ સિક્વિન વર્કથી ઓળખાય છે અને તેની સિગ્નેચર સ્ટાઇલે આ ભરતકામનો ટ્રેન્ડ સેટ કર્યો છે. તે જ સમયે, સાડીના પલ્લુની હેમલાઇન પર ફ્રિલની વિગતો આપવામાં આવી હતી, જે એક સુંદર તત્વ લાગતું હતું.
સબાએ આ સાડી સાથે કેરી કરેલા બ્લાઉઝ પર વાદળી અને ચાંદીના સિક્વિન્સ ઉમેરવામાં આવ્યા હતા. તે જ સમયે, તેની પેટર્ન બ્રેલેટ શૈલીમાં હતી, જેમાં ડીપ સ્વીટહાર્ટ નેકલાઇન આપવામાં આવી હતી. તે પટ્ટાઓ સાથે પાછળ બેકલેસ રાખવામાં આવી હતી.
સબાએ પોતાનો લુક કમ્પ્લીટ કરવા માટે ડાયમંડ બ્રેસલેટ અને વીંટી પહેરી હતી. લાઇટ મેકઅપ, પિંક લિપ શેડ અને ખુલ્લા વાળમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. હસીનાના આ લુકને જોઈને માત્ર ફેન્સ જ નહીં રિતિક રોશન પણ પોતાને રોકી શક્યો નહોતો. તેણે સબાના આ ફોટો નીચે કોમેન્ટ કરતાં લખ્યું- ‘આઈ સી યુ’.