(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: આજે રામનવમી નિમિત્તે શેરબજાર બંધ રહેશે અને આવતા સપ્તાહે માત્ર ત્રણ સત્ર કામકાજ ચાલુ રહેશે. આગામી દિવસો શેરબજાર માટે રજાથી ભરપુર છે. ગુરુવારે રામનવમી નિમિત્તે શેરબજાર, કોમોડિટી માર્કેટ, કરન્સી માર્કેટ તમામ બંધ રહેશે. જોકે, કોમોડિટી માર્કેટનું સાંજનું સત્ર સાંજે 5 વાગ્યે ખુલશે. ખાસ વાત એ છે કે આAગામી 10 દિવસમાં 7 દિવસ બજારો બંધ રહેશે. એક્સચેન્જ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, આગામી 10 દિવસમાં 3 દિવસ માર્કેટમાં રજા રહેશે. આ સિવાય 4 દિવસનો વીકેન્ડ રહેશે. આ સંદર્ભમાં, 11માંથી 7 દિવસ બજારમાં કોઈ ટ્રેડિંગ નથી.
આવતું અઠવાડિયું પણ ખૂબ નાનું છે. કારણ કે તેમાં 2 દિવસની રજા છે. 30 માર્ચ, 4 એપ્રિલ અને 7 એપ્રિલે ટ્રેડિંગ બંધ રહેશે. કારણ કે 30 માર્ચ એટલે કે ગુરુવારે રામ નવમીના અવસર પર બજારો બંધ રહેશે. ત્યારબાદ બીજા દિવસે એટલે કે શુક્રવારે ટ્રેડિંગ થશે. ત્યારે મહાવીર જયંતિ નિમિત્તે 4 એપ્રિલે એટલે કે મંગળવારના રોજ બજારમાં રજા રહેશે. બુધવાર અને ગુરુવારે બજાર ખુલ્લું રહેશે. ત્યારબાદ 7 એપ્રિલે ગુડ ફ્રાઈડે નિમિત્તે બજાર બંધ રહેશે.