Homeઆમચી મુંબઈAndheri bypoll results: ઉદ્ધવ ઠાકરેના જૂથના ઋતુજા લટકેનો વિજય

Andheri bypoll results: ઉદ્ધવ ઠાકરેના જૂથના ઋતુજા લટકેનો વિજય

અંધેરી પૂર્વ વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. મળી રહેલી માહિતી અનુસાર ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથના ઋતુજા લટકેએ એકલા હાથે જીત હાંસલ કરી છે. નોંધનીય છે કે ઋતુજા લટકે છેલ્લાં એક મહિનાથી ચર્ચાનું કારણ બન્યા છે. ચૂંટણી માટે ત્રીજી નવેમ્બરે મતદાન થયું હતું. વર્ષ 2019ની વિધાનસભા ચૂંટણીમાં શિવસેના તરફથી જીતેલા રમેશ લટકેનું થોડા સમય પહેલા અવસાન થયું હતું, જે બાદ રાજ્યમાં સત્તા પલટો આવતાં વિધાનસભાની પેટાચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. ઓક્ટોબર મહિનામાં અંધેરી પૂર્વ વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી જે બાદ મુંબઈમાં આ મુદ્દે રાજકારણ ગરમાયું હતું.
આ જ વિધાનસભાના અપક્ષ ઉમેદવાર મુરજી પટેલને 2019માં આ વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારી કરવામાં આવી હતી, પરંતુ મનસે પ્રમુખ રાજ ઠાકરેએ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને વિનંતી પત્ર મોકલ્યો હોવાથી મુરજી પટેલે ભાજપ પક્ષના નેતાઓના આદેશ બાદ ઉમેદવારી પાછી ખેંચવી પડી હતી.

અંધેરી પૂર્વ વિધાનસભા પેટાચૂંટણીમાં ઋતુજા લટકેને 65 હજારથી વધુ વોટ મેળવીને વિજય મેળવ્યો હતો.

RELATED ARTICLES

Most Popular