યુક્રેન સાથે યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારથી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના સ્વાસ્થ્ય વિશે અનેક શંકા-કુશંકાઓ પ્રવર્તી રહી છે. હાલમાં જ એક ટેલિગ્રામ ચેનલ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે 70 વર્ષીય રશિયન નેતા તેમના મોસ્કો સ્થિત ઘરેથી લપસીને સાત સીડીથી નીચે પડ્યા હતા. તેમને Gastrointestinal Tractનું કેન્સર હોવાથી આ દરમિયાન તેમને શૌચ પણ થઇ ગયું હતું અને તેમના કપડા બગડી ગયા હતા. આ ઘટના રાષ્ટ્રપતિના અંગરક્ષકોની સામે બની હતી. તેમણે પ્રમુખ પુતિનને ઊભા થવામાં મદદ કરી હતી અને નિવાસસ્થાન પર ફરજ પર રહેલા ડૉક્ટરોને બોલાવ્યા હતા. ડોકટરો રાષ્ટ્રપતિને બાથરૂમમાં લઈ ગયા અને તેમને સાફ કરવામાં મદદ કરી હતી.
એવો પણ દાવો કરવામાં આવે છે કે પુતિન એન્ટિ-સ્લિપ કોટિંગ સાથેના ખાસ જૂતા પહેરે છે. તેઓ બહુવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓથી પિડાય છે. Gastrointestinal Tractના કેન્સરને લીધે, પુતિનને પાચનની પણ ગંભીર સમસ્યાઓ છે. તેમને ઉધરસ, ચક્કર, ઊંઘમાં ખલેલ, પેટમાં દુખાવો, સતત ઉબકા પાર્કિન્સન રોગ અને સ્કિઝોઅફેક્ટિવ ડિસઓર્ડરની તકલીફો રોજિંદી છે, જેને કારણે તેમણે હંમેશા દવા પર રહેવું પડે છે. તેમણે જાહેરમાં દેખાવ માટે તૈયાર કરવાનું પણ દિવસે દિવસે મુશ્કેલ બની રહ્યું છે. તેઓ મોટા ભાગનો સમય કહેવાતા ‘બંકર’થી સજ્જ તેમના સત્તાવાર આવાસમાં જ વિતાવે છે.
રશિયા-યુક્રેનના સંઘર્ષને કારણે વિશ્વભરમાં પુતિનનો વિરોધ તીવ્ર બની રહ્યો છે, પણ રશિયાએ ભારત સાથે દિલથી મિત્રતાના સંબંધો નિભાવ્યા છે. રશિયા હાલમાં ભારતને સસ્તા ભાવે ક્રૂડ આપી રહ્યું છે. તે ઉપરાંત તેણે ભારતને 500 વસ્તુઓનું લિસ્ટ મોકલ્યું છે, જે તેમને ભારત પાસેથી અરજન્ટ જોઇએ છે, અને જેને કારણે ભારતની નિકાસને પણ વેગ મળે એમ છે. તેથી પુતિનનું કથળેલું સ્વાસ્થ્ય ભારત માટે પણ ચિંતાનો વિષય છે.