રશિયાએ યુક્રેનના એક મોલ પર મિસાઇલથી હુમલો કર્યો, 16ના મૃત્યુ, 59 લોકો ઘાયલ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

રશિયાએ યુક્રેનમાં ભીડવાળા એક મોલ પર મિસાઇલથી હુમલો કર્યો છે. આ હુમલામાં 16 લોકોના મૃત્યુ થયા છે, જયારે 59 લોકો જખમી થયા છે. યુક્રેનની વાયુ સેનાનું કહેવું છે કે ક્રેમેનચુક શહેરમાં રશિયાના મિસાઇલે શોપિંગ સેન્ટર પર હુમલો કર્યો છે. kh-22 એન્ટી શિપ મિસાઇલોથી મોલને નિશાન બનાવવામાં આવ્યો હતો.

યુક્રેનના વડાપ્રધાન ઝેલેન્સ્કીએ આ ઘટનાનો એક વીડિયો શેર કર્યો છે. એમણે કહ્યું છે કે કબજો કરનારાઓએ શોપિંગ સેન્ટર પર એક મિસાઇલથી હુમલો કર્યો છે. આમાં એક હજારથી વધુ નાગરિકો હતા. મોલમાં આગ લાગેલી છે. બચાવ દળ આગ બુઝાવી રહ્યા છે. પીડિતોની સંખ્યા અકલ્પનીય છે. આ ઘટનાને લઇને બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જોનસનની પ્રતિક્રિયા આવી છે. એમણે કહ્યું છે કે યુક્રેનના મોલ પર હુમલો પુતિનની ક્રૂરતા-બર્બરતા દર્શાવે છે.

નોંધનીય છે કે ક્રેમેનચુક આશરે બે લાખથી વધુની વસતિ ધરાવતું શહેર છે, જે ઉદ્યોગની દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. રશિયાએ યુક્રેનના અનેક શહેરને બરબાદ કરી નાખ્યા છે. રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લા ચાર મહિનાથી યુદ્ધ શરૂ છે, જેમાં અત્યાર સુધીમાં અનેક નિર્દોષ નાગરિકો માર્યા ગયા છે, જયારે હજારો લોકો ઘાયલ થયા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.