મીડિયા મુગલના નામે જાણીતા રુપર્ટ મર્ડોક 92માં વર્ષે પાંચમી વખતે લગ્નગ્રંથીથી જોડાશે. આ અરબોપતિ બિઝનેસમેને 66 વર્ષના પૂર્વ પોલીસ કેપ્ટન એન લેસ્લી સ્મિથ સાથે પોતાની સગાઇની જાહેરાત કરી છે. આ બંનેની મુલાકાત પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં કેલીપોર્નિયામાં એક કાર્યક્રમ દરમિયાન થઇ હતી. મર્ડોક અને લેસ્લીના લગ્ન આ વર્ષે ઉનાળાના અંતમાં થશે. અત્રે ઉલ્લેખનિય છે કે મર્ડોક હજી પાછલાં વર્ષે જ પોતાની ચોથી પત્ની જેરી હોલથી છૂટા પડ્યાં છે.
પ્રાપ્ત વિગતો અનુસાર 92 વર્ષના અરબપતિ મીડિયા વ્યવસાઇ રુપર્ટ મર્ડોક પાછલાં વર્ષે પોતાની ચોથી પત્નીથી અલગ થયા હતા. મર્ડોકે પોતાની મીડિયા ચેનલ મારફતે એક અખબારને જાણકારી આપતા કહ્યું હતું કે, ‘મને પ્રેમમાં પડતાં ડર લાગતો હતો. પણ મને ખબર હતી કે આ મારો છેલ્લો પ્રમે હશે. અને એ ખૂબ જ સારો હશે. હું ખૂબ ખૂશ છું’ આ બંનેના લગ્ન ઉનાળાના અંતમાં થવાની શક્યાતા છે. અત્રે ઉલ્લખનિય છે કે મર્ડોકને તેમની પહેલી ત્રણ પત્નીઓથી છ સંતાન છે. આખી દુનિયામાં મર્ડોકની ઓળખ એક દિગ્ગજ મીડિયા વ્યવસાઇ તરીકે છે.
રુપર્ટ મર્ડોક આ પહેલાં પણ ચાર લગ્ન કરી ચૂક્યા છે. તેમને પહેલી ત્રણ પત્નીઓથી છ બાળકો થયા છે. મર્ડોકે કહ્યું કે અમે બંને જણ અમારા જીવનની બીજી પારી એક સાથે જીવવા માટે ઉત્સુક છીએ. મર્ડોકના વ્યવસાયીક સામ્રાજ્યમાં અમેરિકામાં ફોક્સ ન્યૂઝ અને યૂકેમાં ટૈબલોયડ દ સન જેવા પબ્લિકેશન હાઉસનો સમાવેશ થાય છે.
મર્ડોક સાથેના લગ્ન વિશે વાત કરતા પૂર્વ પોલિસ પાદરી એન લેસ્લી સ્મિથએ જણાવ્યું કે, ‘હું 14 વર્ષથી વિધવા છું. રુપર્ટની જેમ જ મારા પતિ પણ એક બિઝનેસમેન જ હતા. એટલે જ હું રુપર્ટની ભાષા બોલુ છું. અમે બંને એક સમાન વિશ્વમાંથી આવીએ છીએ.’