Homeદેશ વિદેશડૉલર સામે રૂપિયામાં છ પૈસાની નરમાઈ

ડૉલર સામે રૂપિયામાં છ પૈસાની નરમાઈ

મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ છતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારો અટકવાની સાથે ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટી માર્કેટમાં વેચવાલી રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો છ પૈસાના ઘટાડા સાથે ૮૧.૩૬ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૧.૩૦ના બંધ સામે નરમાઈના અન્ડરટોને ૮૧.૩૯ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૧.૪૨ અને ઉપરમાં ૮૧.૨૨ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી છ પૈસાના ઘટાડા સાથે ૮૧.૩૬ના મથાળે બંધ રહ્યો હતો. આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધથી ૦.૨૧ ટકા વધીને ૧૦૨.૧૪ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાનાં અહેવાલ ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૧૮૭.૩૧ પૉઈન્ટનો અને ૫૭.૫૦ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો. તેમ જ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૩૧૯.૨૩ કરોડની ચોખ્ખી વેચવાલી રહેતાં રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હતો.
એકંદરે આજે વિશ્ર્વ બજારમાં એશિયન ચલણો નબળા પડવાની સાથે ઈક્વિટી માર્કેટની નરમાઈની રૂપિયા પર માઠી અસર જોવા મળી હતી. તેમ છતાં સ્ટાર્ટ અપ્સમાં સંસ્થાકીય રોકાણકારોનો સારો પ્રતિસાદ મળતા રૂપિયાને થોડાઘણાં અંશે ટેકો મળ્યો હોવાનું એચડીએફસી સિક્યોરિટીઝનાં વિશ્ર્લેષક દિલીપ પરમારે જણાવતાં ઉમેર્યું હતું કે અમારા મતે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો ૮૧.૨૦થી ૮૧.૬૦ની રેન્જમાં અથડાતો રહેશે, જ્યારે ૮૧.૭૦ની સપાટી પ્રતિકારક સપાટી પુરવાર થાય તેમ જણાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular