મુંબઈ: એશિયન વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂતાઈ તેમ જ બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં વધારો થવાને કારણે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધથી સાત પૈસાના ઘટાડા સાથે ૭૯.૬૯ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં લેવાલી જળવાઈ રહી હોવાથી રૂપિયામાં ધોવાણ મર્યાદિત રહ્યું હતું.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૭૯.૬૨ના બંધ સામે નરમાઈના અન્ડરટોને ૭૯.૬૭ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૭૯.૭૨ અને ઉપરમાં ૭૯.૬૩ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી સાત પૈસા ઘટીને ૭૯.૬૯ના મથાળે બંધ રહ્યો હતો.

Google search engine