રૂપિયો અન્ય ઘણાં ચલણ કરતાં મજબૂત: રિઝર્વ બૅન્ક

દેશ વિદેશ

મુંબઈ: ઉદ્ભવી રહેલા અર્થતંત્રો અને વિકસિત અર્થતંત્રોની સરખામણીમાં રૂપિયો મજબૂતાઈ જાળવી રહ્યો છે, તેવું રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે કહ્યું હતું. તાજેતરમાં પ્રથમવાર રૂપિયાએ ડોલર સામે ૮૦ની સપાટી તોડી હતી. ગવર્નર દાસે કહ્યું કે આરબીઆઈના પગલાંથી રૂપિયાના મૂલ્યમાં ઘટાડો નિયંત્રણમાં રહ્યો છે. રૂપિયાના મૂલ્યમાં તીવ્ર ઘટાડો અથવા વધારો થવા સામે આરબીઆઈ સતત સતર્ક રહે છે, તેવું આરબીઆઈ ગવર્નરે કહ્યું હતું. બૅન્કિંગ ક્ષેત્રના વિષય પર મુંબઈમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં શક્તિકાંત દાસે સ્પષ્ટ કર્યું હતું કે રૂપિયાના મૂલ્ય કોઈ સપાટી પર જાળવવાનું આરબીઆઈનું લક્ષ્ય નથી. પણ ધીમી ગતિએ વધઘટ થવી જોઈએ તેવું અમે ઈચ્છીએ છે.
માર્કેટમાં પર્યાપ્ત લિક્વિડિટી માટે આરબીઆઈ ડોલરનો સપ્લાય જાળવી રહી છે. ફુગાવને નિયંત્રણ રાખવાની વર્ષ ૨૦૧૬થી આરબીઆઈએ અપનાવેલી વ્યૂહરચના સફળ રહી છે. અર્થતંત્ર અને નાણાકીય ક્ષેત્રના હિતમાં આ જ વ્યૂહરચના ચાલુ રાખવામાં આવશે, તેવું તેમણે કહ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.