(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા ઘટાડા અને ઇક્વિટી માર્કેટમાં નોંધાયેલા સુધારા પાછળ ફોરેક્સ માર્કેટમાં અમેરિકન ચલણ સામે ભારતીય રૂપિયો મજબૂત બન્યો હતો. વિદેશી હૂંડિયામણની આંતરબેન્કિંગ બજારમાં સ્થાનિક ચલણ ૮૨.૧૫ની સપાટીએ ખૂલ્યા બાદ ડોલર સામે ૩૪ પૈસાના સુધારા સાથે રૂ. ૮૧.૮૬ના સ્તરે સ્થિર થયું હતું. ાછલા સત્રમાં ૮૨.૨૦ પર બંધ રહેલો રૂપિયો ડોલર સામે ૮૨.૩૧ની નીચી સપાટી સુધી પણ ગયો હતો.