સાંકડી વધઘટે અથડાઈને ડૉલર સામે રૂપિયો ૭૮.૩૨ની ઑલ ટાઈમ લૉ સપાટીએ સ્થિર

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી ફંડોનો બાહ્યપ્રવાહ જળવાઈ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો બેતરફી સાંકડી વધઘટે અથડાઈને ગઈકાલની જ ૭૮.૩૨ની ઑલ ટાઈમ લૉ સપાટીએ બંધ રહ્યો હતો.
આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં સત્રના આરંભે ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૭૮.૩૨ના બંધ સામે સુધારા સાથે ૭૮.૨૬ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૭૮.૩૮ અને ઉપરમાં ૭૮.૨૨ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના જ ભાવ ટૂ ભાવ ૭૮.૩૨ની નીચી સપાટીએ બંધ રહ્યો હતો. એકંદરે આજે સત્રના આરંભે રૂપિયામાં સુધારાતરફી વલણ જોવા મળ્યા બાદ ડૉલરમાં સલામતી માટેની માગ ખૂલતાં આરંભિક સુધારો ધોવાઈ ગયો હોવાનું એચડીએફસી સિક્યોરિટીઝનાં રિસર્ચ એનાલિસ્ટ દિલીપ પરમારે જણાવ્યું હતું.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.