ડૉલર સામે રૂપિયો વિક્રમી નીચી સપાટીએ

વેપાર વાણિજ્ય

મુંબઇ: વિશ્ર્વબજારમાં ડોલરની મજબૂતી અને સ્થાનિક સ્તરે શેરબજારમાંથી એફઆઇઆઇની એકધારી વેચવાલી વચ્ચે રૂપિયો બુધવારે ત્રમ પૈસાના ઘસરકા સાથે ૭૯.૬૨ (પ્રોવિઝનલ)ની વિક્રમી નીચી સપાટીએ પહોંચ્યો હતો. ફોરેક્સ માર્કેટમાં ડોલર ૨૦ વર્ષની ઊંચી સપાટી પર પહોંચ્યો છે જ્યારે ડોલર સામે રૂપિયો દૈનિક નવી નીચી સપાટી દર્શાવી રહ્યો છે. ડોલર ઇન્ડેક્સ ૧૦૮ની સપાટી કુદાવી ૧૦૮.૪૨ પહોંચ્યો છે. કરન્સી બજારોમાં ઇમર્જિંગ એશિયા, ઇમર્જિંગ યુરોપ અને લેટિન અમેરિકાની કરન્સી તૂટી છે. એક વરસમાં રૂપિયો સાત ટકા તૂટયો છે. રૂપિયાની મંદી રોકવા અને વિદેશી મૂડી આકર્ષવા રિઝર્વ બેન્કે સંખ્યાબંધ પ્રોત્સાહનો જાહેર કર્યા છે. વાશ્ર્વિક મૂડી હાલમાં ડોલર એસેટમાં જઇ રહી છે. આગામી ૨૭ જૂલાઇએ ફેડ વ્યાજદરમાં પોણો ટકા વધારો કરે તો અમેરિકામાં વ્યાજદર હાલના દોઢ ટકા છે તે વધીને સવાબે ટકા, ૨.૨૫ થઇ જાય તો સંખ્યાબંધ બેન્કોને વ્યાજદરમાં ઝડપી વધારો કરવો પડશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.