ડૉલર સામે રૂપિયાનું મૂલ્ય નવા તળિયે

દેશ વિદેશ

મુંબઈ: ભારતીય રિઝર્વ બૅન્કે રૂપિયાની માગ વધારવા અને ડૉલર સામે રૂપિયાના ઘટતા ભાવને અટકાવવા સોમવારે ‘ઈન્ટરનેશનલ ટ્રેડ સેટલમેન્ટ’ ભારતીય રૂપિયામાં કરવાની નીતિ જાહેર કરી હોવા છતાં મંગળવારે ડૉલર સામે રૂપિયાનું મૂલ્ય નવા તળિયે એટલે કે રૂ. ૭૯.૬૦ (કામચલાઉ) થઈ ગયું હતું. વૈશ્ર્વિક વેપારને પ્રોત્સાહન આપવા, ભારત દ્વારા કરવામાં આવતી નિકાસ પર ભાર મૂકવા અને વૈશ્ર્વિક સ્તરે વેપારી સમુદાયનો ભારતીય રૂપિયામાં રસ વધે તે માટે સહાયરૂપ થવા ઈનવોઈસ બનાવવા, પૅમેન્ટની ચુકવણી કરવા તેમ જ આયાત અને નિકાસનું સેટલમેન્ટ ભારતીય રૂપિયામાં કરવાની વધારાની વ્યવસ્થા અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ યંત્રણા અમલમાં મૂકતા અગાઉ એડી બૅન્કોએ આરબીઆઈની મુંબઈસ્થિત શાખામાંથી ફૉરેન એક્સચેન્જ ડિપાર્ટમેન્ટની મંજૂરી મેળવવી પડશે. (એજન્સી)ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.