Homeદેશ વિદેશડૉલર સામે રૂપિયામાં નવ પૈસાનો સુધારો

ડૉલર સામે રૂપિયામાં નવ પૈસાનો સુધારો

મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે સુધારાતરફી વલણ રહેતાં ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને અંતે ગઈકાલના બંધથી સાધારણ નવ પૈસાના સુધારા સાથે ૮૨.૩૮ના મથાળે બંધ રહ્યો હતો.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૨.૪૭ના બંધ સામે સુધારાના ટોને ૮૨.૩૪ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૨.૪૭ અને ઉપરમાં ૮૨.૨૬ સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધથી નવ પૈસાના સુધારા સાથે ૮૨.૩૮ની સપાટીએ બંધ રહ્યો હતો. રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ ગઈકાલે બૅન્ચમાર્ક વ્યાજદરમાં ૩૫ બેસિસ પૉઈન્ટનો વધારો કરવાની સાથે નાણાકીય વર્ષ ૨૦૨૩ના જીડીપીનો અંદાજ પણ જે અગાઉ સાત ટકા મૂક્યો હતો તે ઘટાડીને ૬.૮ ટકા કર્યો હોવા છતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને કોન્સોલિડેટ થયો હોવાનું મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્સિયલ સર્વિસીસનાં ફોરેક્સ અને બુલિયન એનાલિસ્ટ ગૌરાંગ સોમૈયાએ જણાવતા ઉમેર્યું હતું કે અમારા મતે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો ૮૨.૨૦થી ૮૨.૮૦ની રેન્જમાં અથડાતો રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular