ડૉલર સામે રૂપિયામાં વધુ ૪૩ પૈસાનો સુધારો

વેપાર વાણિજ્ય

મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની જળવાઈ રહેલી લેવાલી ઉપરાંત બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટાડાતરફી રહેતા સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો વધુ ૪૩ પૈસા મજબૂત થઈને ૭૮.૬૩ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.