મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારો તેમ જ આજે સમાપન થયેલી રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની મૉનેટરી પૉલિસી કમિટીની બેઠકના અંતે વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો વધારો કરવામાં આવતા સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૧૮ પૈસાના સુધારા સાથે ૮૨.૫૨ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધી આવવાની સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી જળવાઈ રહેતાં રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હતો.
ડૉલર સામે રૂપિયામાં ૧૮ પૈસાનો સુધારો
RELATED ARTICLES