Homeદેશ વિદેશડૉલર સામે રૂપિયો ૧૮ પૈસા નરમ

ડૉલર સામે રૂપિયો ૧૮ પૈસા નરમ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં બાઉન્સબૅક, ક્રૂડતેલના ભાવમાં આગેકૂચ અને ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી જળવાઈ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ૧૮ પૈસાના ઘટાડા સાથે ૮૧.૭૬ની સપાટીએ રહ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારો આવ્યો હોવાથી રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૧.૫૮ના બંધ સામે નરમાઈના ટોને ૮૧.૭૬ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૧.૮૯ અને ઉપરમાં ૮૧.૭૧ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૧૮ પૈસા તૂટીને ૮૧.૭૬ના મથાળે બંધ રહ્યો હતો. પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ૦.૧૯ ટકાના સુધારા સાથે ૧૦૨.૪૦ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધુ ૦.૪૬ ટકા વધીને બેરલદીઠ ૮૪.૮૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી તેમ જ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૭૫૦.૫૯ કરોડની ચોખ્ખી વેચવાલી રહેતાં રૂપિયો દબાણ હેઠળ આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, ગઈકાલે જાહેર થયેલા ડિસેમ્બર મહિનાના આર્થિક આંકડાઓમાં નિકાસમાં ઘટાડો અને આયાતમાં વધારો થવાથી દેશની વેપાર ખાધ વધીને ૨૩.૭૬ અબજ ડૉલરની સપાટીએ રહી હોવાથી પણ રૂપિયામાં સુધારો અવરોધાયો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular