મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી જોવા મળેલા બાઉન્સબૅક ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી અને વિશ્ર્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધી આવતા સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૧૧ પૈસા નબળો પડીને ૮૨.૭૩ના મથાળે બંધ રહ્યો હતો. ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૨.૬૨ના બંધ સામે સુધારાના ટોને ૮૨.૫૨ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૨.૭૫ અને ઉપરમાં ૮૨.૪૭ થયા બાદ અંતે ગઈકાલના બંધથી ૧૧ પૈસાના ઘટાડા સાથે ૮૨.૭૩ના મથાળે બંધ હતો.