(તસવીર: વિપુલ હિરાણી)
(અમારા પ્રતિનિધિ તરફથી)
ભાવનગર: શહેરમાં મંગળવારે વહેલી સવારે સુરતથી આવેલી લક્ઝરી બસના ડ્રાઈવરને એકાએક હૃદયરોગનો હુમલો આવતા બસ બે-ત્રણ વાહનોને લઈ અડફેટે બસ શોરૂમમાં ઘૂસી ગઈ હતી. વહેલી સવારે ટ્રાફિક નહીવત્ હોય મોટી જાનહાની ટળી હતી. પરંતુ ડ્રાઇવરનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ આજે વહેલી સવારે સુરતથી ભાવનગર આવતી અવધૂત ટ્રાવેલ્સની બસ શહેરના દેસાઈ નગર પાસે પહોંચી ત્યારે બસના ડ્રાઇવરને એકાએક હૃદય રોગનો હુમલો આવતા કાબુ ગુમાવતા બસ દેસાઈ નગર પેટ્રોલ પંપ પાસે પાર્ક કરેલા ત્રણ વાહનોને અડફેટે લઈ મારૂતિ શોરૂમમાં ઘૂસી ગઈ હતી. વહેલી સવારે રોડ ઉપર નહીવત્ ટ્રાફિક હોય મોટી જાનહાની ટળી છે. પરંતુ બસના ડ્રાઇવર રાજુભાઈ મકવાણાનું સ્થળ પર જ મોત નીપજ્યું છે. જ્યારે શોરૂમમાં ચાર કાર અને અન્ય વાહનોમાં ભારે નુકસાન થવા પામ્યું છે. બનાવવાની જાણ થતા જ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને લોકોના ટોળેટોળા બનાવ સ્થળે ઉમટી પડ્યા હતા.
વહેલી સવારે બનેલી એકાએક આ ઘટનાને પગલે બસમાં સવાર પ્રવાસીઓ ભયભીત થયા હતા અને બસમાં દેકારો મચ્યો હતો. સવારે આ રોડપર ટ્રાફિક નહીવત્ હોય આથી મોટી જાનહાનિ ટળી હતી. પરંતુ વાહનો તથા બસને ખાસ્સું નુકશાન થયું હતું આ ઘટનામાં બસ ચાલકે ડ્રાઈવર સીટ પર જ દમ તોડ્યો હતો, ડ્રાઈવરને હૃદયરોગના તીવ્ર હુમલાને પગલે ડ્રાઈવરનુ સ્થળપર જ મોત થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, ડ્રાઈવરના મૃતદેહને પીએમ અર્થે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, આ ઘટનાની જાણ રાહદારીઓ – વાહન ચાલકો તત્કાળ મદદે દોડી આવ્યા હતા જેમાં ડી – ડિવિઝન પોલીસનો સ્ટાફ પણ સ્થળપર દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગે વધુ વિગતો મેળવાય રહી છે.
ભાવનગરમાં ચાલુ બસે ડ્રાઇવરને હૃદયરોગનો હુમલો આવતા ત્રણ વાહનોને ટક્કર મારી: ચાલકનું મોત
RELATED ARTICLES