Homeટોપ ન્યૂઝવાહ, ઉતરાખંડની દીકરીએ રચ્યો ઈતિહાસ, પાકિસ્તાનનો તોડ્યો રેકોર્ડ

વાહ, ઉતરાખંડની દીકરીએ રચ્યો ઈતિહાસ, પાકિસ્તાનનો તોડ્યો રેકોર્ડ

ઉતરાખંડમાં રૂદ્રપ્રયાગની દીકરી પ્રીતિ નેગીએ માત્ર ત્રણ દિવસમાં આફ્રિકાનાં સૌથી ઉંચા પર્વત Mount Kilimanjaro પર ભારતીય તિરંગો ફરકાવીને દેશનું તો નામ રોશન કર્યું છે તેની સાથે સાથે પડોશી રાષ્ટ્ર પાકિસ્તાનનો રેકોર્ડ બ્રેક કર્યો છે.
પાકિસ્તાનની સમર ખાન નામની યુવતીએ ચાર દિવસ સાઇકલ ચલાવીને Mount Kilimanjaro પર ચઢાણ કરીને રેકોર્ડ કર્યો હતો. રુદ્રપ્રયાગની પ્રીતિ નેગીએ સમર ખાનનો બ્રેક કરતા ફક્ત ત્રણ દિવસમાં પ્રવાસ પૂરો કરીને આ રેકોર્ડ પોતાના શહીદ પિતાને સમર્પિત કર્યો હતો.

૧૮મી ડિસેમ્બરે પ્રીતિએ સાઇકલથી ત્રણ દિવસમાં માઉન્ટ Kilimanjaroનું કપરું ચઢાણ સૈકળથી કરીને દેશનું માન વધારી દીધું હતુ પણ એનાથી મોટી સિદ્ધિ તો પ્રીતિએ પાકિસ્તાનનો રેકોર્ડ બ્રેક કરવાની દેશને પણ સન્માન નેગીએ અપાવ્યું હતું. ત્રણ દિવસમાં આ રેકોર્ડ બ્રેક કરીને નવો ઇતિહાસ રચ્યો છે અને પ્રીતિએ આ રેકોર્ડ શહીદ પર્વતારોહક કમ એવરેસ્ટર સંવિતા કસવા, નોમી રાવત અને શહીદ પિતાને સમર્પિત કરીને શ્રદ્ધાંજિલ આપી હતી.
અહીં એ વાત જણાવી દઈએ કે Mount Kilimanjaro એ આફ્રિકાનો સૌથી ઊંચો પહાડ છે, જે દુનિયાંનાં સાત ઉંચા લાંબા પહાડ પૈકી ચોથા ક્રમે આવે છે અને જેનું ઉહરું શિખર ૫,૮૭૫ મીટરની ઊંચાઈ પર આવેલું છે અને એનું ચઢાણ સૌથી કપરું માનવામાં આવે છે.
આ અગાઉ નેગીએ સાઇકલથી ચાર દિવસમાં હરદ્વરથી કેદારનાથ પહોંચીને રેકોર્ડ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular