અભિનવ શુક્લાની બેઇજ્જતી કરવાવાળાને રૂબીના દિલૈક નહી છોડે, આપી આવી ચેતવણી

ફિલ્મી ફંડા

બીગ બોસ 14ની લેડી બોસ રૂબીના દિલૈક હાલમાં ખતરો કે ખિલાડીમાં જોખમ ઉઠાવતી જોવા મળે છએ. એટલું જ નહીં સ્ટંટ કરીને એણે સાબિત કરી દીધુ કે તે રિયલ લાઇફમાં પણ સિંહણ છે. રોહીત શેટ્ટીના શોમાં પોતાની તાકતનો પરચો બતાવનારી રૂબીનાએ હવે ટ્રોલર્સને પણ જવાબ આપવાનું શીખી લીધુ છે.
રૂબીના દિલૈકે બિગ બોસ 14માં તેના લગ્ન જીવન વિશે મોટો ખુલાસો કર્યો હતો. રૂબીનાએ જણાવ્યું હતું કે તે અને અભિનવ શુક્લા છૂટાછેડા લેવાનું વિચારી રહ્યા હતા. પોતાના લગ્નને એક તક આપવા માટે તે શોમાં આવ્યો હતો. રૂબીનાના ખુલાસાથી બધાને આશ્ચર્ય થયું હતું.
હવે એક ઇન્ટરવ્યુ દરમિયાન રૂબીનાએ સ્પષ્ટ કર્યું હતું કે તે તેના પતિ વિરુદ્ધ કોઇ પણ ખોટી વાત કે અપમાન સહન નહીં કરે. જો કોઇ આવું કરવાનો પ્રયાસ કરશે તો તેમણે રૂબીનાના ગુસ્સાનો સામનો કરવો પડશે.
રૂબીનાએ એમ પણ કહ્યું હતું કે તે જાણતી હતી કે જો તે નેશનલ ટીવી પર તેમના સંબંધો વિશે જણાવશે તો બધા લોકો એના સંબંધોને સમજી નહીં શકે અને સારુ કે ખરાબ પણ બોલશે. રૂબીનાએ જણાવ્યું હતું કે તેના અને અભિનવના અણબનાવ વિશે જાણ્યા બાદ અનેક લોકોએ તેમની બંનેની વચ્ચે વધુ ફૂટ પડાવવાની પણ કોશિશ કરી હતી, પરંતુ તેઓ સફળ થઇ સક્યા નહી, પરંતુ હવે જો લોકો અભિનવ વિશે કંઇપણ કહેશે તો રૂબીના તેને છોડશે નહીં.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.