રાઇટ ટુ આજ્યુકેશન (શિક્ષણ અધિકાર કાયદો) અંતર્ગત ખાનગી પ્રાથમિક શાળાની 25 ટકા બેઠકો આર્થિક રીતે પછાત તથા વંચિતો માટે 1 થી 8 ધોરણ સુધી મફ્ત શિક્ષણ ઉલબદ્ધ કરાવવામાં આવે છે. ત્યારે RTE ની ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાનો આજથી પ્રારંભ થયો છે. ઓનલાઇન અરજી માટેની છેલ્લા તારીખ 17 માર્ચ છે. આ વખતે RTE પ્રવેશ પ્રક્રિયામાં 8 હજાર 827 સ્કૂલોમાં 1 લાખ 1 હજાર 926 બેઠકો પ્રવેશ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. એક મરાઠી વેબ પોર્ટલ પરથી મળતી માહિતી મુજબ પ્રાથમિક શિક્ષણ વિભાગના સંચાલક શરદ ગોસાવીએ આ માહિતી પ્રેસનોટ દ્વારા આપી છે. RTE પ્રક્રીયા માટે સ્કૂલોની નોંધણી થયા બાદ વાલીઓ હવે વિદ્યાર્થીઓનો વારો ક્યારે આવશે તેની રાહ જોઇને બેઠા હતા. પ્રવેશ માટે વિદ્યાર્થીનું આધાર કાર્ડ સ્વિકારવામાં બાબત શિક્ષણ વિભાગ દ્વારા સૂચના મળ્યા બાદ વિદ્યાર્થીઓની નોંધણી પ્રક્રીયા શરુ કરવામાં આવી છે. જે અંતર્ગત વાલીઓએ 1 થી 17 માર્ચ દરમિયાન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી અને પ્રવેશ પ્રક્રીયા માટે જરુરિ દસ્તાવેજની માહીતી માટે https://student.maharashtra.gov.in/ આ લીંક પર ક્લીક કરો. RTE અંતર્ગત પ્રવેશ લોટરી સિસ્ટમ મારફતે આપવામાં આવે છે. તેથી પોતાના બાળકનું નામ આ લોટરી પ્રક્રીયામાં આવી જાય તે માટે વાલીઓ એક થી વધુ અરજી કરતા હોય છે. પણ આ વર્ષથી એક થી વધુ અરજી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એક વિદ્યાર્થીની એક કરતા વધુ અરજી હશે તો લોટરી માટે એ વિદ્યાર્થીને બાકાત રાખવામાં આવશે તે વાત શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવી હતી. ઓનલાઇન અરજીની તારીખ પૂરી થયા બાદ લોટરીની તારીખ જાહેર કરવામાં આવશે. લોટરી નિકળ્યા બાદ સ્કૂલની વેઇટીંગ લીસ્ટ મૂજબ યાદી બહાર પાડવામાં આવશે. તેમા જેના નામ નિકળશે તેમને પ્રવેશ પ્રક્રીયા માટે પૂરતો સમય આપવામાં આવશે. આ અરજી કરતી વખતે પૂરાવા રુપે ડ્રાઇવીંગ લાયસન્સ, આધાર કાર્ડ, હાઉસ ટેક્સ, મતદાર ચૂંટણી કાર્ડ, રાષ્ટ્રીય બેન્કની પાસબૂકમાંથી કોઇ એક પૂરાવો માન્ય રાખવામાં આવશે. આ સિવાય જનમ દાખલો, દિવ્યાંગ બાળકો માટે મેડિકલ સર્ટિફિકેટ, આર્થિક પછાત વિભાગમાં આવતા લોકો માટે આવકનો દાખલો, અનાથ બાળકોના જરુરી દસ્તાવેજ, વિધવા કે ત્યક્તા મહિલાના બાળકો માટે તે અંગેના પુરાવા. જેવા વિવધ દસ્તાવેજોની જરુર પડશે.