Homeટોપ ન્યૂઝભાજપના ધારાસભ્યના પુત્રના ઘરેથી છ કરોડ રૂપિયાની રોકડ જપ્ત

ભાજપના ધારાસભ્યના પુત્રના ઘરેથી છ કરોડ રૂપિયાની રોકડ જપ્ત

ભ્રષ્ટાચાર: બેંગલૂરુમાં લોકાયુક્ત પોલીસે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વિધાનસભ્ય મડાલ વીરુપક્ષઅપ્પાના દીકરા પ્રશાંતકુમારના ઘરેથી જપ્ત કરેલી કરોડોની રોકડ રકમ. તેને અગાઉ એક કૉન્ટ્રેક્ટર પાસેથી લાંચ લેતા પકડવામાં આવ્યો હતો. (જમણે) ઝારખંડના હઝારીબાગ જિલ્લાના આઇએએસ અધિકારી પૂજા સિંઘલની સામે ચાલતી કાળાં નાણાં ધોળાં કરવાની પ્રવૃત્તિ-વિરોધી તપાસ દરમિયાન એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી)એ જપ્ત કરેલા રોકડા રૂપિયા ત્રણ કરોડ. (એજન્સી)
————-
બેંગલૂરુ: લોકાયુક્તના અધિકારીઓએ ₹.૪૦ લાખની કથિત રીતે લાંચ સ્વીકારતા પકડાયેલા ભાજપના ધારાસભ્ય કે મદલ વિરુપક્ષપ્પાના પુત્ર પ્રશાંતના ઘરેથી રૂ. છ કરોડથી વધુની બિનહિસાબી રોકડ રકમ પકડી પાડી હતી.
પુત્ર સામે લોકાયુક્તની કાર્યવાહી બાદ વિરુપક્ષપ્પાએ કેએસડીએલનાં ચૅરમૅન પદેથી રાજીનામું આપ્યું હતું, તેમ છતાં તેમણે દાવો કર્યો હતો કે લોકાયુક્ત દ્વારા પાડવામાં આવેલા દરોડા તેમની અને તેમના પરિવાર વિરુદ્ધ એક કાવતરું હતું. મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈએ આ મામલાની નિષ્પક્ષ તપાસનું વચન આપ્યું હતું.
બેંગ્લોર વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડના ચીફ એકાઉન્ટન્ટ પ્રશાંત ગુરુવારે સાંજે કર્ણાટક સોપ એન્ડ ડીટરજન્ટ્સ લિમિટેડ (કેએસડીએલ)ની ઓફિસમાં કોન્ટ્રાક્ટર પાસેથી લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા અને એનાં કલાકોમાં જ લોકાયુક્તના અધિકારીઓની ટીમે તેના ઘરે દરોડો પાડ્યો હતો અને બિનહિસાબી રોકડ રકમ જપ્ત કરી હતી. લોકાયુક્તના સૂત્રોના જણાવ્યા અનુસાર વિરુપક્ષપ્પા કેએસડીએલના ચૅરમૅન છે અને પ્રશાંત કથિત રીતે તેના પિતા વતી લાંચનો પ્રથમ હપ્તો લઇ રહ્યો હતો.
વિરુપક્ષપ્પાએ શુક્રવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
મુખ્ય પ્રધાનને મોકલવામાં આવેલા તેમના રાજીનામાના પત્રમાં, તેમણે કહ્યું હતું કે તેમની અને લોકાયુક્તના દરોડા વચ્ચે કોઈ સંબંધ નથી, જેને તેમણે તેમની અને તેમના પરિવાર વિરુદ્ધ કાવતરું ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે તે છતાં મારા પર આરોપ લગાવવામાં આવ્યો છે, હું નૈતિક જવાબદારી સ્વીકારી રહ્યો છું અને માટે કેએસડીએલના ચૅરમૅન પદ પરથી રાજીનામું આપી રહ્યો છું.
કર્ણાટક લોકાયુક્ત જસ્ટિસ (નિવૃત્ત) બીએસ પાટીલે શુક્રવારે જણાવ્યું હતું કે કેએસડીએલની ઑફિસમાંથી ૨.૦૨ કરોડ રૂપિયા અને પ્રશાંતના ઘરેથી ૬.૧ કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. આ અંગે પ્રશાંત સહિતની પાંચ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. દરમિયાન, બોમ્માઈએ નિષ્પક્ષ તપાસનું વચન આપ્યું હતું અને કહ્યું હતું કે જેણે કોઈ ખોટું કામ કર્યું છે તેમને સજા થવી જોઈએ. આ સરકારનું સ્ટેન્ડ છે. તેમણે ધ્યાન દોર્યું હતું કે વર્તમાન સરકારે ભ્રષ્ટાચારને રોકવા માટે લોકાયુક્તની પુન:સ્થાપના કરી છે. ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થાની ગેરહાજરીમાં કૉંગ્રેસના શાસન દરમિયાન અનેક ઘટનાઓ બની હતી. કૉંગ્રેસના મંત્રીઓ અને ધારાસભ્યો વિરુદ્ધ ૫૯ આરોપો હતા, પરંતુ (માત્ર) એસીબી (એન્ટિ-કરપ્શન બ્યુરો) હોવાથી તેને દબાવી દેવામાં આવ્યા હતા. એકવાર લોકાયુક્ત દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવશે તો સત્ય બહાર આવશે. (એજન્સી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular