ભ્રષ્ટાચારની આશંકા: સાબરમતી નદીને સ્વચ્છ કરવા 3 વર્ષમાં રૂ.282 કરોડ ખર્ચાયા, પણ નદીમાં ગંદકીનું સામ્રાજ્ય

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

અમદાવાદની માધ્યમથી પસાર થતી સાબરમતી નદીમાં પ્રદુષણ અને ગંદકીની સમસ્યા વર્ષો જૂની છે. સુંદર દેખાટો રીવરફ્રન્ટ પૂરો થતા જ નદીમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. રાજ્યસભામાં સાંસદ શક્તિસિંહે ગોહિલે સાબરમતી નદી શુદ્ધ કરવા માટે થયેલા ખર્ચ અંગે પ્રશ્ન પૂછ્યો હતો. જેનો જવાબ આપતા કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના પ્રધાન હરદીપ સિંહ પુરી જણાવ્યું કે, સાબરમતી નદીની સફાઇ માટે છેલ્લા 3 વર્ષમાં જુદા-જુદા પ્રોજેક્ટ મારફતે રૂપિયા 282.17 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના લેખિત જવાબમાં સરકારના પ્રધાને જણાવ્યું હતું કે, ‘કુલ ખર્ચના લગભગ 64 ટકા એટલે કે રૂ. 179.4 કરોડના કામો પૂર્ણ થઈ ગયા છે.’ ત્યારબાદ શક્તિસિંહ ગોહિલે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતા કહ્યું કે, ‘કાગળ પર દર્શાવવામાં આવેલ ખર્ચ અને વાસ્તવિકતા તદ્દન વિરોધાભાસી છે. જો પૈસા ખર્ચાયા હોત તો અત્યાર સુધીમાં નદી સ્વચ્છ થઈ ગઈ હોત અને ચોમાસામાં અમદાવાદ જે પૂરની સ્થિતિ થાય છે તે ન થાત. એવું પણ જાણમાં આવ્યું છે કે ઉદ્યોગપતિઓ સાબરમતી નદીમાં ટ્રીટમેન્ટ કર્યા વિનાનું પાણી છોડે છે અને તે જ રીતે શહેરમાંથી ગટરનું પાણી પણ સીધું નદીમાં પહોંચે છે.’
સાબરમતી નદીમાં હાલ ભયંકર ગંદકી જોવા મળી રહી છે. ગુજરાત હાઈકોર્ટે ગત વર્ષે એક જોઈન્ટ ટાસ્કફોર્સ રચી હતી તેમજ સીનીયર વકીલને AMICUS CURIE તરીકે નિયુક્ત કરેલ હતા. હાઈકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીમાં સ્પષ્ટ રીતે એ વાત ઉજાગર થઇ હતી કે, ગેરકાયદેસર રીતે ઉદ્યોગો દ્વારા ગંદુ પાણી સીધું જ સાબરમતી નદીમાં છોડવામાં આવે છે. AMCએ પણ આનો સ્વીકાર કર્યો હતો. વરસાદી પાણીના નિકાલની પાણીની પાઈપ લાઈનો સાથે ગટરના પાણીના નિકાલની પાઈપ લાઈનોના જોડાણ કરી દેવાથી જ વરસાદી પાણીનો અમદાવાદમાં ભરાવો થાય છે. જેણે કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.