નોએડાના ઓમેક્સ સોસાયટીમાં મહિલા સાથે અભદ્ર વ્યવહાર કરનારા ભાજપ નેતા શ્રીકાંત ત્યાગી ફરાર છે અને પોલીસ તેમને શોધી રહી છે. મળતી માહિતી અનુસાર તેમનું લોકેશન ઉત્તરાખંડના ઋષિકેશ અને હરિદ્વારા વચ્ચે મળી છે, જે બાદ પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. હરિદ્વારના એક સીસીટીવી કેમેરામાં પણ તેઓ કેદ થયા છે. જો કોઈ વ્યક્તિ ત્યાગીને શોધે તો તેને 25,000 રૂપિયા મળશે એવું એલાન પોલીસે કર્યું છે. હાલમાં પોલીસની 10 ટીમ ત્યાગીને શોધી રહી છે.

નોંધનીય છે કે ગયા શુક્રવારે સોશિયલ મીડિયા પર ઓમેક્સ ગ્રેન્ડ સોસાયટીની એક મહિલા સાથે ગેરવર્તન કરી રહેલા ત્યાગીનો વીડિયો વાયરલ થયો હતો, જેને કારણે ભાજપ નેતાની મુશ્કેલી વધી છે. આ આખો વિવાદ રોપ લગાવવાને કારણે શરૂ થયો હતો. વાત એમ હતી કે મહિલાઓએ ભાજપ નેતા પર રોપ લગાવીને જમીન હડપી લેવાનો આરોપ લગાવ્યો ત્યારે ત્યાગી લાલઘૂમ થઈ ગયાં હતાં અને મહિલાઓને અપશબ્દો કહ્યા હતાં. જોકે, પોલીસે આ મામલે એફઆઈઆર દાખલ કરી હતી.

રવિવારે શ્રીકાંત ત્યાગીએ સોસાયટીમાં ગુંડા મોકલીને ત્યાંના લોકોને ડરાવવાની કોશિશ કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યાગી પર કાર્યવાહી કરવા સોમવારે પોલીસ સવારે નવ વાગ્યે પ્રશાસનની ટીમ પોલીસ સાથે બુલ્ડોઝર લઈને પહોંચી અને ત્યાગીના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા અપાર્ટમેન્ટની બહાર ગેરકાયદે નિર્માણ કાર્યને તોડી પાડી હતી.

Google search engine