નવી દિલ્હીઃ અત્યાર સુધીમાં સરકારે લગભગ 1.25 લાખ કરોડ રુપિયાના કાળા નાણાં (બ્લેક મની) પ્રાપ્ત કર્યા છે, જ્યારે 4,500 કરોડથી વધુ મૂલ્યની અપ્રમાણસર સંપત્તિ જપ્ત કરવામાં આવી છે, એમ કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે સોમવારે જણાવ્યું હતું.
ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની એક ટિપ્પણીને યાદ કરીને (ગરીબોના કલ્યાણ માટે રાખવામાં આવેલ એક રુપિયામાંથી ફક્ત પંદર પૈસા ગરીબો સુધી પહોંચી શકે છે) કેન્દ્રીય પ્રધાને તેનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે આજે પણ 100 ટકા રકમ ડીબીટી (ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર)ના માધ્યમથી લાભાર્થીઓ સુધી પહોંચતી નથી.
કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીએ કહ્યું હતું કે 85 ટકા યોજનાઓ તો એમના એમ પૂરી થઈ જાય છે અને લોકો સુધી પહોંચતી પણ હોતી નથી, પરંતુ આજે 26 લાખ કરોડ રુપિયા સીધા લોકોના ખાતામાં જમા કરવામાં આવ્યા છે, જ્યારે 2.25 લાખ કરોડ રુપિયાની પણ બચત થઈ છે, તેથી તમે કલ્પના કરી શકો છો કે કેટલા રુપિયાની બચત થઈ છે અને સીધો લાભ લોકોને મળ્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દૃષ્ટિ સ્પષ્ટ છે કે દેશને શોર્ટકટની રાજનીતિ નહીં, પરંતુ સુશાસન તરફ જવું જોઈએ અને તેથી તેમને ડિજિટલ માળખું તૈયાર કર્યું છે, જેથી દેશના તમામ વ્યક્તિ સુધી પહોંચી શકે, એમ વૈષ્ણવે સુશાસન (Good Governance model) મોડલની પ્રશંસા કરતા જણાવ્યું હતું.
સરકારે 1.25 લાખ કરોડ રુપિયાના બ્લેક મની પ્રાપ્ત કર્યાંઃ અશ્વિની વૈષ્ણવ
RELATED ARTICLES