RRR ફિલ્મે ફરી એક વાર દેશને ગૌરવ અપાવ્યું છે. RRRને આંતરરાષ્ટ્રીય તખ્તા પર શ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર મળ્યો છે. તાજેતરમાં યોજાયેલા હોલીવુડ ક્રિટિક્સ એસોસિએશન એવોર્ડ્સમાં RRRએ ચાર કેટેગરીમાં એવોર્ડ જીત્યા છે. RRRને શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફિલ્મ, શ્રેષ્ઠ એક્શન ફિલ્મ, શ્રેષ્ઠ સ્ટન્ટ અને શ્રેષ્ઠ ઓરિજિનલ સોંગ (નાટૂ નાટૂ) ની કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે. ઓસ્કર એવોર્ડ પહેલા અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ જીતવાથી ફિલ્મની ટીમના આત્મવિશ્વાસમાં પણ વધારો થયો છે.

ઉલ્લેખનીય છે કે ઓસ્કર એવોર્ડ્ઝ 12મી માર્ચે છે. ઓસ્કાર 2023 પહેલા RRR માટે આ એક મોટી સિદ્ધિ છે જ્યાં નાટુ નાટુને બેસ્ટ ઓરિજિનલ સોંગમાં નોમિનેટ કરવામાં આવ્યું છે.
RRR એ એક પીરિયડ ડ્રામા છે જેમાં અનુક્રમે જુનિયર એનટીઆર અને રામ ચરણ આદિવાસી નેતા કોમારામ ભીમ અને ક્રાંતિકારી અલ્લુરી સીતા રામા રાજુ તરીકે દર્શાવવામાં આવ્યા છે.
.@ssrajamouli & @AlwaysRamCharan’s acceptance speech for the Best International Film Award at @HCAcritics !! #HCAAwards #RRRMovie pic.twitter.com/QEK3QxR4cQ
— RRR Movie (@RRRMovie) February 25, 2023
આઝાદી પૂર્વેના ભારતમાં રચાયેલી આ કાલ્પનિક ગાથા છે. ફિલ્મમાં જુલમ સામેની કોમારામ ભીમ અને ક્રાંતિકારી અલ્લુરી સીતા રામાની લડતને પ્રકાશિત કરે છે. આ ફિલ્મ સાથે આલિયા ભટ્ટે ટોલીવૂડમાં ડેબ્યૂ કર્યું છે. ફિલ્મના કલાકારોમાં અજય દેવગણ, શ્રિયા સરન, સમુતિરકાની, રે સ્ટીવેન્સન, મકરંદ દેશપાંડે અને ઓલિવિયા મોરિસ વગેરેનો સમાવેશ થાય છે. તેનું સંગીત એમએમ કીરવાનીએ આપ્યું છે.