હવે આરપીએફના યુનિફોર્મમાં બેસાડવામાં આવશે ”ત્રીજી આંખ”

54

મુંબઈઃ ઉપનગરીય લોકલ ટ્રેન અને મેલ એક્સપ્રેસ ટ્રેનમાં ગુનેગારો અને ગુનાખોરી પર વોચ રાખવા માટે રેલવે સુરક્ષા બળ (આરપીએફ)ના જવાનોના યુનિફોર્મ પર જ બોડી કેમેરા લગાવવાનો નિર્ણય આરપીએફ પોલીસ દ્વારા લેવામાં આવ્યો છે. આગામી એકાદ મહિનામાં જ આવા 40 કેમેરા મુંબઈ ડિવિઝનમાં દાખલ કરવામાં આવશે અને આ જ કારણસર રેલવેમાં થનારા ગુનાઓને ઉકેલવા માટે આરપીએફને મદદ મળશે.


રેલવે પોલીસના યુનિફોર્મ પર એક બાજુ આ કેમેરા બેસાડવામાં આવશે. શરુઆતના તબક્કામાં આવા 40 કેમેરા મધ્ય રેલવેને ઉપલબ્ધ કરાવી આપવામાં આવશે. ત્યાર બાદ તબક્કાવાદ આ કેમેરાની સંખ્યા વધારવામાં આવશે. આ બોડી કેમેરાને કારણે આરપીએફ જવાન, અધિકારીઓને પેટ્રોલિંગ વખત મદદ મળશે.
ગાડીમાં ચોરી સહિત ગાડીમાં પ્રવેશનાર દરેક વ્યક્તિ પર પણ ધ્યાન રાખવામાં આ કેમેરા મદદરૂપ સાબિત થશે. ટિકિટ ચેકર સાથે અનેક વખત ટ્રેનમાં ગેરવર્તણૂંક કરવામાં આવતી હોવાની ફરિયાદ પણ મળે છે. આવી ઘટનાઓ પર નિયંત્રણ મેળવવામાં મદદ મળશે. મધ્ય રેલવેના આરપીએફને 40 કેમેરા આપવાનો નિર્ણય આરપીએફ દ્વારા લેવામાં આવ્યો છે.
આ માટે ટેન્ડર બહાર પાડીને કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે. 40 કેમેરા માટે આશરે રૂપિયા 24 લાખનો ખર્ચ કરવામાં આવશે. આગામી એક મહિનામાં આ કેમેરા આરપીએફ પાસે આવી જશે, એવી માહિતી મધ્ય રેલવેના વરિષ્ઠ અધિકારી દ્વારા આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!