Homeઆમચી મુંબઈRPF જવાનોએ ચાલતી ટ્રેનમાંથી પડી રહેલી મહિલા અને બાળકનો જીવ બચાવ્યો

RPF જવાનોએ ચાલતી ટ્રેનમાંથી પડી રહેલી મહિલા અને બાળકનો જીવ બચાવ્યો

રેલવે તંત્ર અવારનવાર ચાલુ ટ્રેનમાં નહીં ચઢવાની યાત્રીઓને અપીલ કરે છે, પણ એ લોકોના બહેરા કાને અફડાય છે. આવા સમયે રેલવે સ્ટેશન પર હાજર RPFના જવાનો લોકોને બચાવવાનું સરાહનીય કામ કરતા હોય છે.
સોમવાર પહેલી નવેમ્બરના રોજ RPFની ક્રાઈમ બ્રાન્ચ એટલે કે રેલવે પ્રોટેક્શન ફોર્સના બે જવાનોએ માનખુર્દ રેલવે સ્ટેશન પર ચાલતી ટ્રેનમાંથી પડી ગયેલી એક મહિલા અને તેના બાળકને મુસાફરોની ધક્કામુક્કી વચ્ચે બચાવી લીધા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો RPF જવાનોની પ્રશંસા કરી રહ્યા છે.

આ ઘટના માનખુર્દ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર બેની છે. મહિલા તેના બાળક સાથે આ સ્ટેશન પર ટ્રેનમાં ચઢે છે, પરંતુ લોકોની ભીડને કારણે તેનું સંતુલન ખોરવાઈ જાય છે અને તે સ્ટેશન પ્લેટફોર્મ પર જ ચાલતી ટ્રેનમાંથી પડી જાય છે.
આ પછી, એક આરપીએફ જવાન કૂદીને બાળકને ટ્રેનની અડફેટે આવતા બચાવે છે. તે જ સમયે, જ્યારે મહિલા પણ ટ્રેનમાંથી પડી જાય છે, ત્યારે અન્ય જવાન તેને પણ બચાવે છે. આશ્ચર્યની વાત એ છે કે આરપીએફ જવાન પોતે જ ટ્રેનની અડફેટે આવવાથી બચી જાય છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો શેર થઈ રહ્યો છે અને આ બંને જવાનોની બહાદુરીને સલામ પણ કરવામાં આવી રહી છે.આરપીએફ જવાનો ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે મસીહા બનીને ઊભરી રહ્યા છે અને લોકોની જાન બચાવી રહ્યા છે. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં જ એક મહિલા મુંબઈને અડીને આવેલા કલ્યાણ સ્ટેશન પર ચાલતી ટ્રેનમાંથી ઉતરવાના પ્રયાસમાં લપસી ગઈ હતી અને પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાઈ ગઈ હતી, ત્યારે પ્લેટફોર્મ પર ફરજ બજાવતા આરપીએફ જવાને સમયસર મહિલાને બહાર કાઢી હતી. અને મહિલાનો જીવ બચાવ્યો હતો.

RELATED ARTICLES

Most Popular