રોટલી, રોટી, ચપાતી, પોળી… નામ અલગ અલગ પણ મૂળ વસ્તુ તો એક જ. રોટલીએ આપણા બધાનો જીવનનો મહત્ત્વનો ઘટક છે. થાળીમાં રોટલી વિના તો જાણે જમવાનું અધૂરું લાગે. દરેક જણની રોટલી બનાવવાની રીત પણ અલગ હોય છે પણ આજે અમે અહીં રોટલી બનાવવાની એક એવી રીત વિશે વાત કરવાના છીએ જેના વિશે જાણીને તમે આજે જ આ રીતે રોટલી શેકવાનું બંધ કરી દેશો.
કેટલીક ગૃહિણીઓ રોટલી તવી પર શેકે છે તો વળી કેટલીક ગૃહિણીઓ રોટલીને તવા પર શેકવાને બદલે સીધું જ ગેસ પર શેકવાનું પસંદ કરે છે. ગેસ પર શેકવાથી રોટલી ઝડપથી ફૂલી જાય છે અને સમય પણ બચે છે. પરંતુ તમને ખબર છે કે તમારી આ આદત તમારા સાથે સાથે તમારા પરિવારના આરોગ્ય માટે પણ જોખમી છે. રોટલી ગેસના ફ્લેમના સીધા જ કોન્ટેક્ટમાં આવે એ તમારા માટે જોખમી સાબિત થઈ શકે છે. આજે આ લેખમાં અમે તમને જણાવીશું કે આ રીતે રોટલી શેકવાથી તમારા આરોગ્યને કેવું અને કેટલું નુકસાન પહોંચે છે.
જર્નલ એન્વાયર્નમેન્ટલ સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં પ્રકાશિત થયેલા એક તાજેતરના સંશોધન અનુસાર ગેસ સ્ટવ્સ એવા હવા પ્રદૂષકોનું ઉત્સર્જન કરે છે કે જે આરોગ્ય માટે જોખમી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) પણ આ વાત સાથે સહમત છે. આ પ્રદૂષકોમાં કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડનો સમાવેશ થાય છે, જે શ્વસન અને હૃદયના રોગોનું જોખમ ઊભું કરે છે. એટલું જ નહીં તેનાથી કેન્સર થવાની શક્યતા વધી જાય છે.
બીજી તરફ, ન્યુટ્રિશન એન્ડ કેન્સર જર્નલમાં પ્રકાશિત અન્ય એક સંશોધન અનુસાર, વધુ ગરમી પર રસોઈ કરવાથી કાર્સિનોજેન્સ ઉત્પન્ન થઈ શકે છે જે શરીરના અંગો માટે યોગ્ય નથી માનવામાં આવતું. તમને જણાવી દઈએ કે ઘઉંના લોટમાં કુદરતી ખાંડનું પ્રમાણ પણ જોવા મળે છે, જે એક પ્રોટીન છે. આ પ્રોટીનને જો સીધું ગરમ કરવામાં આવે તો તે કાર્સિનોજેનિક પેદા થાય છે જે માનવ શરીર માટે આરોગ્યદાયી નથી.
જૂના જમાનામાં રોટલી બનાવતી વખતે લોકો તવી પર મૂકેલી રોટલીને સુતરાઉ કપડાંથી દબાવીને ચારેબાજુ ફેરવીને શેકતા હતા. આનાથી રોટલી ચારે બાજુથી રંધાય છે અને તેને સીધી ગેસ પર રાખવાની જરૂર નથી. બ્રેડ શેકવાની આ સૌથી સલામત રીત છે.
આ કાર્સિનોજેનિક કઈ બલાનું નામ છે?
કાર્સિનોજેનિક એ એક પદાર્થ અથવા વસ્તુ છે જે કેન્સરનું કારણ બની શકે છે, જનીનોને અસર કરીને અથવા સામાન્ય કોષોને નુકસાન પહોંચાડીને જેથી તેઓ કેન્સરના કોષોમાં ફેરવાય. જ્યારે કોષ ઝડપથી અને આક્રમક રીતે વધે છે ત્યારે કેન્સર પોતે જ થાય છે.