ગોરેગાંવ રેલવે સ્ટેશનના પશ્ચિમ દિશા તરફ આવેલા સ્કાયવોકના છાપરા હવાને કારણે ઉડી ગયા હોવાથી વરસાદી પાણી સ્ટેશન વિસ્તારમાં પડતાં પ્રવાસીઓને સતત હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગોરેગાવ રેલવે સ્ટેશનને લગોલગ પશ્ચિમમાં આવેલા સ્કાયવોક લિંક રોડ સુધી જાય છે, પરંતુ છેલ્લાં ઘણા સમયથી છાપરાં ઉડી જવાને કારણે અને પત્રાની કથડેલી હાલતને કારણે નોકરિયાત નાગરિકોને વરસાદી વાતાવરણમાં ભીંજાવું પડે છે.

નોંધનીય છે કે આ સ્કાયવોકનો ઉપયોગ દરરોજ હજારો લોકો કરી રહ્યા છે, પરંતુ છાપરા ન હોવાને કારણે વરસાદમાં ત્યાંથી પસાર થવું મુશ્કેલ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

ભૂતપૂર્વ નગરસેવકે આ અંગે જણાવ્યું હતું કે, સ્કાયવોકના સમારકામ બાબતે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે, ટૂંક સમયમાં છાપરાં બેસાડવાનું કામ હાથ ધરવામાં આવશે, આ સાથે સ્કાયવોકનું સમારકામ પણ કરવામાં આવશે, જેથી નાગરિકોને પડી રહેલી તકલીફોનો અંત આવશે.

Google search engine