સ્ટાર ફૂટબોલર Cristiano Ronaldo ની ગર્લફ્રેન્ડ જોર્જિના રોડ્રિગેજ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી હોય છે. ખાસ કરીને ઈન્સ્ટાગ્રામ પર તેની ફેન ફોલોવિંગ મોટા સ્ટાર્સને પણ ટક્કર આપે છે. તાજેતરમાં જોર્જિનાએ તેની કેટલીક તસવીરો પોસ્ટ કરી જે જે ખૂબ જ વાયરલ થઈ રહી છે.

પિંક કલરના ડ્રેસમાં 28 વર્ષની જોર્જિનાની હોટનેસ અને બ્યૂટી પર ફેન્સ ફિદા થઈ રહ્યા છે. જોર્જિના એક મોડલ છે અને તે કેટલાક પુસ્તકો પણ લખી ચૂકી છે. તાજેતરમાં તેણે પોતાના જીવન પર બનેલી એક ડોક્યુમેન્ટ્રી પણ રિલીઝ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Georgina Rodríguez (@georginagio)

જોર્જિનાનો બોયફ્રેન્ડ એટલે મેનચેસ્ટર યુનાઈટેડ ક્લબના સ્ટાર ફૂટબોલર Cristiano Ronaldo આજકાલ ચર્ચામાં છે. ચર્ચા એવી છે કે રોનાલ્ડો એક વાર ફરીથી આ ક્લબને છોડી શકે છે.

કહેવાઈ રહ્યું છે કે રોનાન્ડો ચેમ્પિયન્સ લીગ પહેલા ક્લબ છોડવા માગે છે. જોકે, પછી તે કયા ક્લબમાં જશે એ વિશે જાણકારી મળી નથી. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર જોર્જિના ઈચ્છે છે કે રોનાલ્ડો ઈંગ્લેન્ડના કોઈ ક્લબને છોડીને સ્પેનનું ક્લબ જોઈન કરે. જોકે, હવે રસપ્રદ રહેશે કે રોનાલ્ડો કયા ક્લબમાં એન્ટ્રી કરશે.

Google search engine