Homeટોપ ન્યૂઝરોનાલ્ડો જેટલા પૈસા કમાવવા ભારતીય ક્રિકેટરને લાગશે 150 વર્ષ..!!!

રોનાલ્ડો જેટલા પૈસા કમાવવા ભારતીય ક્રિકેટરને લાગશે 150 વર્ષ..!!!

દુનિયાભરમાં પ્રસિદ્ધ ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ફરી એક વખત તેની કમાણીને કારણે ચર્ચામાં આવ્યો છે. યુરોપનો માન્ચેસ્ટર ક્લબ છોડીને હવે રોનાલ્ડોએ સઉદી અરેબિયાનું ફુટબોલ ક્લબ AI Nassr FC જોઇન્ટ કર્યું છે. AI Nassr FC અને રોનાલ્ડો વચ્ચે થયેલા કરારને રમત જગતમાં થયેલા સૌથી મોંઘા કરાર તરીકે જોવામાં આવે છે. આથી રમતમાં ફૂટબોલની સામે ક્રિકેટની પણ કોઈ વિસાત ના હોવાની ચર્ચા ફરી એક વખત થઈ રહી છે. આ કરાર પ્રમાણે દર વર્ષે રોનાલ્ડોને રમવા માટે 1800 કરોડ રૂપિયા મળશે.
આ રકમ દુનિયાની સૌથી વધુ શ્રીમંત ક્રિકેટ લીગમાં સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ખેલાડીને પણ આટલી મોટી રકમ કમાવવા માટે 150 વરસનો સમય લાગશે. આ આંકડો જોતા એવું લાગે છે કે ક્રિકેટ ભલે આખી દુનિયામાં પ્રસિદ્ધ કેમ ન થઈ હોય પણ હજી ફુટબોલની બરાબરીમાં આવવા માટે તેને સમય લાગશે.
રોહિત શર્મા, એમ એસ ધોની, વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજા આઈપીએલની પહેલી સીઝનથી રમે છે. 15 વર્ષથી આઈપીએલ રમીને પણ રોહિત શર્માએ રૂપિયા 178 કરોડની કમાણી કરી છે. સરાસરી કાઢીએ તો રોહિત દર વર્ષે 13 કરોડ રૂપિયા કમાય છે. એટલે 1800 કરોડ રૂપિયા કમાવવા માટે તેણે 150 વર્ષ સુધી ક્રિકેટ રમવું પડશે. આ સિવાય ધોની, વિરાટ અને જાડેજાની વાત કરીએ તો તેમણે અનુક્રમે 176 કરોડ, 173 કરોડ અને 109 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રોનાલ્ડોને ટ્વીટર પર ટ્રોલ પણ કરતો વીડિયો પણ ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. લોકો એવી ટિપ્પણી કરી રહ્યા છે કે જે દેશે રમવા માટે આટલી અધધધ રકમ ચૂકવી એ દેશનું નામ પણ રોનાલ્ડો ભૂલી ગયો હતો. વીડિયોમાં રોનાલ્ડો સાઉદી અરેબિયાને બદલે સાઉથ આફ્રિકા એવું બોલતો જોવા મળે છે. લોકો એવી પણ ટિપ્પણી કરી રહ્યા છે કે સાઉદી અરેબિયાને બદલે સાઉથ આફ્રિકા બોલવા માટે જ તેને આટલા બધા પૈસા ચૂકવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular