કોરોનાગ્રસ્ત રોહિત શર્માની તબિયત કેવી છે? દીકરી સમાયરાનો અપડેટ આપતો ક્યૂટ વીડિયો વાયરલ

ટૉપ ન્યૂઝ સ્પોર્ટસ

Mumbai: લિસેસ્ટરશર સામે વોર્મઅપ મેચ દરમિયાન ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ટીમના ખેલાડીઓનું ટેન્શન વધા ગયું છે. પહેલી જુલાઈના રોજ ઈંગ્લેન્ડ સામે પાંચમી ટેસ્ટ રમાવા જઈ રહી છે, જે ગયા વર્ષે સ્થગિત કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયાને આશા છે કે મેચ પહેલા રોહિત ફિટ એન્ડ ફાઈન થઈ જશે. જોકે, હાલમાં રોહિતની દીકરી સમાયરાનો ક્યૂટ વીડિયો વાયરલ થઆ રહ્યો છે જેમાં તે પોતાના પપ્પાની તબિયતની અપડેટ આપી રહી છે. ઈંગ્લેન્ડમાં સમાયરાને પૂછવામાં આવ્યું કે તેના પિતા ક્યાં રહે છે ત્યારે સમાયરાએ ક્યૂટ અંદાજમાં જવાબ આપ્યો કે તે રૂમમાં સૂતા છે. સોશિયલ મીડિયા પર રોહિતની દીકરીનો વીડિયો આગની ઝડપે વાયરલ થઈ રહ્યો છે.
ટેસ્ટ મેચમાં રોહિતની ઉપસ્થિતિને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. જોકે, બીજી બાજુ મયંક અગ્રવાલ ઈંગ્લેન્ડ પહોંચી ગયો છે. રોહિત કોરોનાગ્રસ્ત છે અને કે. એલ. રાહુલ પણ ઈજાગ્રસ્ત છે. ટીમ સામે ઓપનરની સમસ્યા ઊભી થઈ શકે તેમ હોવાથી મયંકને ઈંગ્લેન્ડ બોલાવવામાં આવ્યો હોવાની પણ ચર્યા થઈ રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.