ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ 22મી ડિસેમ્બરે મીરપુરમાં રમાશે, જ્યારે ટીમ ઈન્ડિયાના સુકાની રોહિત શર્મા આ મેચમાં રમશે નહીં, જ્યારે રોહિત શર્માને સ્થાને કેએલ રાહુલ (કેપ્ટન) અને ચેતેશ્વર પુજારા (નાયબ સુકાની) તરીકે રમશે. રોહિત શર્માની સાથે સાથે નવદીપ સૈની પણ ટીમ ઇન્ડિયાથી બહાર રહેશે. રોહિત શર્માને ડાબા હાથના અંગુઠાને પહોંચેલી ઈજાને કારણે મેડિકલ ટીમની દેખરેખ હેઠળ રહેવાનું જણાવ્યું હતું. ઉપરાંત, નવદીપ સૈનીને પણ પેટમાં માસપેશિયોમાં ખેંચાઈ જવાને કારણે બીજી ટેસ્ટ મેચમાં રમી શકશે નહીં, એમ બીસીસીઆઈએ જણાવ્યું હતું.
પહેલી ટેસ્ટમાં સુકાની તરીકે રમનાર રોહિત શર્માને સ્થાને અન્ય એક યુવા બોલરને સ્ક્વોડમાં સામેલ કરવામાં આવ્યો છે. રોહિત શર્માને ઈજા પહોંચી હોવાને કારણે આ ટેસ્ટ મેચમાં રમશે નહીં, પરંતુ તેના સ્થાને અભિમન્યુ ઈશ્વરન રમશે. અગાઉ પહેલી ટેસ્ટમાં પણ અભિમન્યુ ઈશ્વરનને પ્લેઈંગ ઈલેવનમાં રમી શક્યો નહોતો, પરંતુ આ વખતે બીજી ટેસ્ટમાં કદાચ રમવાનું મળી શકે છે. અભિમન્યુ બંગાળ વતીથી રમે છે, જેમાં કેટલીક સીઝનમાં શાનદાર પ્રર્દશન કર્યું હતું. બીજી ટેસ્ટ મેચમાં કેપ્ટન કેએલ રાહુલ અને ચેતેશ્વર પુજારા નાયબ સુકાની રહેશે
IND Vs BAN: બીજી ટેસ્ટમાં રોહિત શર્મા અને નવદીપ સૈની રમશે નહીં…
RELATED ARTICLES