કહેવાય છે કે બાળકના ઘડતરમાં શિક્ષકનો મોટો હાથ હોય છે, નાના બાળકો પર શક્ષકની મોટી છાપ પણ હોય છે. શિક્ષણ એ પરસ્પર સંવાદથી જ વધુ અસરકારક બની શકે છે, આવી તમામા વાતોનું ધ્યાન રાખી કર્ણાટકના અક્ષય માશેલકરે ચૌથા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને ભણાવવા માટે રોબોટ બનાવ્યો છે. જેનું નામ ‘શિક્ષા’ રાખવામાં આવ્યું છે. આ રોબોટ બનાવવા માટે અક્ષયે કર્ણાટકના ઉત્તર કન્નડાના સિરસીમાં સંશોધન કર્યુ હતું.
શિક્ષા રોબોટ બનીને તૈયાર છે છતાં હજી સુધી તેનો ઉપયોગ કોઇ પણ સ્કૂલ કે સંસ્થામાં થયો નથી. એક વેબ પોર્ટલ સાથે વાત કરતા અક્ષયે જણાવ્યું હતું કે, ‘કોરોના કાળમાં સ્કૂલ બંધ થઇ ગયા હતા. એ વખતે વિદ્યાર્થીઓને ઓન લાઇન શિક્ષણ આપવામાં આવતું હતું. એ માટે ફોન અને લેપટોપનો વધુમાં વધુ ઉપયોગ થઇ રહ્યો હતો. પણ આ ઓન લાઇન અભ્યાસ બાળકો માટે કંટાળાજનક હતો. તેથી તેના પર્યાય રુપે મારા મનમાં આ રોબોટની કલ્પના આવી. શિક્ષણ એ પરસ્પર સંવાદનો વિષય છે. તેથી તે ઇન્ટરેસ્ટીંગ હોવું જોઇએ. માટે મેં આ રોબોટ બાનાવ્યો. જે વિદ્યાર્થી સાચો જવાબ આપે છે એને આ રોબોટ ડોકું હલાવી તેમની પ્રશંસા કરે છે, ગ્રામીણ અને ગરિબ વિદ્યાર્થીઓ એફોર્ડ કરી શકે તેવી રીતે આ રોબોટની રચના કરવામાં આવી છે.’