થાણેમાં દીવાલમાં બાકોરું પાડી જ્વેલર્સની દુકાનમાંથી રૂ. ૪૧ લાખના દાગીના ચોર્યા

આમચી મુંબઈ

થાણે: બાજુની દુકાનની દીવાલમાં બાકોરું પાડીને જ્વેલર્સની દુકાનમાં ઘૂસેલા ચોરે રૂ. ૪૧ લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના ચોર્યા હોવાની ઘટના થાણેના વર્તકનગર વિસ્તારમાં બની હતી. વર્તકનગર પોલીસે આ પ્રકરણે અજાણી વ્યક્તિ સામે ગુનો દાખલ કરીને તેની શોધ આદરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

વર્તકનગર સ્થિત શાસ્ત્રીનગર નાકા ખાતે આવેલી કુબેર જ્વેલર્સ નામની દુકાનમાં બુધવાર રાતથી ગુરુવારે વહેલી સવાર દરમિયાન ચોરીની આ ઘટના બની હતી. બાજુમાં આવેલી ફૈઝાન ટાયર વર્ક્સ નામની દુકાનની દીવાલમાં મોટું બાકોરું પાડીને ચોર જ્વેલર્સની દુકાનમાં ઘૂસ્યો હતો અને કબાટ, શોકેસ તથા ડ્રોવરમાં રાખેલા દાગીના ચોરી પલાયન થયો હતો.

દરમિયાન ગુરુવારે સવારે ઝવેરી નારાયણ ગોપીનાથ રાઠોડે (૩૮) દુકાન ખોલ્યા બાદ ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી. રાઠોડે ત્યાર બાદ વર્તકનગર પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટનાસ્થળે જઇને પંચનામું કર્યા બાદ આ પ્રકરણે ગુનો દાખલ કર્યો હતો, એમ અધિકારીએ કહ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.