Homeટોપ ન્યૂઝભારતીય મૂળના સુનક બન્યા બ્રિટનના પહેલા હિંદુ PM

ભારતીય મૂળના સુનક બન્યા બ્રિટનના પહેલા હિંદુ PM

ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના નવા વડા પ્રધાન બની ગયા છે. કિંગ ચાર્લ્સે તેમને નવી સરકાર બનાવવા માટે કહ્યું હતું. બ્રિટિશ પરંપરા મુજબ સુનક તેની પર્સનલ કારમાં બંકિગહામ પેલેસ પહોંચ્યા હતાં અને તેમણે કિંગ ચાર્લ્સની મુલાકાત કરી હતી. કિંગે તેમને અપોઈન્ટમેન્ટ પત્ર સોંપ્યો હતો. બંકિગહામ પેલેસથી ઋષિ વડાપ્રધાનની ઓફિશિયલ કારમાં ઓફિશિયલ નિવાસ્થાને 10 ડાઉનિંગ સ્ટ્રીટ પહોંચ્યા. અહીં તેમણે વડાપ્રધાન તરીકે દેશને પ્રથમ સંબોધન કરતાં સુનકે જણાવ્યું હતું કે હું હમણાં જ કિંગ સાથે મુલાકાત કરીને આવ્યો છું. તેમણે મને નવી સરકાર બનાવવા માટે કહ્યું છે. દેશનું અર્થતંત્ર મુશ્કેલીમાં છે. કોરોનાના કારણે પહેલેથી જ સમસ્યાનો સામનો કરતા બ્રિટેનની હાલત રશિયા યુક્રેનના યુદ્ધને કારણે વણસી છે. ભૂતપૂર્વ વડા પ્રધાન લીઝ ટ્રસ પરિસ્થિતિને સુધારવા માગતા હતાં, તેમણે મહેનત પણ કરી, પરંતુ કેટલીક ભૂલો થઈ છે જે હવે અમે સુધારીશું.

RELATED ARTICLES

Most Popular