ભારતીય ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર છે. ટૂંક સમય પહેલા અકસ્માતનો ભોગ બનેલો ઋષભ પંત ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે. ભારતીય વિકેટકીપર બેટ્સમેન હાલમાં મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સર્જરી બાદ ટીમ ઈન્ડિયાના બેટ્સમેનની તબિયતમાં ઘણો સુધારો જોવા મળ્યો છે. ઋષભ પંત દુર્ઘટના પછી પ્રથમ વખત પોતાના પગ પર ઉભો થયો. તે થોડી સેકન્ડો માટે પોતાના પગ પર ટકી શક્યો હતો.
કોકિલાબેન હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર રિષભ પંતને સંપૂર્ણ સ્વસ્થ થવામાં ઓછામાં ઓછા 4-6 મહિનાનો સમય લાગશે, એટલે કે ઋષભ પંત કદાચ આ વર્ષના પ્રથમ છ મહિનામાં મેદાન પર જોવા નહીં મળે. જોકે, ડોકટરોએ ભૂતકાળમાં કહ્યું હતું કે ઋષભ પંત ક્યારે ક્રિકેટ મેદાનમાં પરત ફરશે, તે રિહેબ અને ટ્રેનિંગ પર નિર્ભર રહેશે. ભારતીય વિકેટકીપર બેટ્સમેનનું રિહેબ અને ટ્રેઈનિંગ જ્યારે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે ત્યારે શરૂ થશે.
ઉલ્લેખનીય છે કે, ઋષભ પંતની મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હોસ્પિટલના ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, ઋષભ પંતને લગભગ એક અઠવાડિયા સુધી હોસ્પિટલમાં રહેવું પડશે. જોકે, ટીમ ઈન્ડિયાના આ ડેશિંગ બેટ્સમેનને હજુ પણ ચાલવામાં તકલીફ થશે, પરંતુ આ ખેલાડી વોકર અને અન્ય સપોર્ટની મદદથી ચાલી શકે છે.
દુર્ઘટના બાદ પહેલીવાર પોતાના પગ પર ઊભો રહ્યો રિષભ પંત! તબીબોએ જણાવ્યું કે ક્યારે ફિટ થશે
RELATED ARTICLES