ભારતના સ્ટાર વિકેટકીપર-બેટર ઋષભ પંતને વધુ સારવાર માટે આજે એટલે કે 4 જાન્યુઆરીએ મુંબઈ ખસેડવામાં આવશે, એમ દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA) ના ડિરેક્ટર શ્યામ સુંદરે જણાવ્યું છે.
બીસીસીઆઈના એક વરિષ્ઠ સૂત્રએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, “રિષભને તેના હાડકાની ઈજાના નિદાન અને સારવાર માટે મુંબઈ ખસેડવામાં આવી રહ્યો છે અને આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે. તે બીસીસીઆઈ દ્વારા સૂચિબદ્ધ જાણીતા સ્પોર્ટ્સ ઓર્થોપેડિક ડૉ. દિનશા પારડીવાલાની દેખરેખ હેઠળ રહેશે તેવી અપેક્ષા છે અને જો તેઓ શસ્ત્રક્રિયા માટે સલાહ આપશે તો યુકે કે યુએસએમાં ઋષભની સર્જરી કરવામાં આવશે.”
ભારતીય વિકેટ કીપર ઋષભ પંતનો 30 ડિસેમ્બરના રોજ કાર અકસ્માત થયો હતો અને હાલમાં તેઓ દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં દાખલ છે. તેમને વધુ પરીક્ષણો અને સારવાર માટે મુંબઈમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. દરમિયાન આધારભૂત સૂત્રોના જણાવ્યાનુસાર ઋષભ પંતને મુંબઇની લિલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.