Homeદેશ વિદેશબોલિવૂડના પ્રખ્યાત ડિરેક્ટરનું નિધન

બોલિવૂડના પ્રખ્યાત ડિરેક્ટરનું નિધન

‘પરિણીતા’ના દિગ્દર્શક પ્રદીપ સરકારે 67 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

સતીશ કૌશિકના મૃત્યુના સમાચાર સ્યાહી હજુ સુકાઇ નથી અને બોલિવૂડ આ આંચકામાથી ઉભર્યું નથી ત્યાં તો હવે સમાચાર આવી રહ્યા છે કે પ્રખ્યાત નિર્દેશક પ્રદીપ સરકારનું નિધન થઈ ગયું છે. ડાયરેક્ટર હંસલ મહેતાએ તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. 67 વર્ષની વયે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે. મનોજ બાજપેયીએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. નોંધનીય છે કે પ્રદીપ સરકારે સૈફ અલી ખાન અને વિદ્યા બાલનની ફિલ્મ પરિણીતાથી પોતાના દિગ્દર્શક કરિયરની શરૂઆત કરી હતી. પ્રદીપ સરકાર અને હંસલ મહેતા ખૂબ સારા મિત્રો છે. પ્રદીપ સરકારના નિધનની પુષ્ટિ તેમના નજીકના મિત્ર હંસલ મહેતાએ કરી છે. તેમણે ટ્વિટર પર લખ્યું- પ્રદીપ સરકાર દાદા, RIP.

અહેવાલો અનુસાર પ્રદીપે સવારે 3.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. પ્રદીપ સરકારે ડાયાલિસિસ પર હતા અને તેમનું પોટેશિયમનું સ્તર ઘટી ગયું હતું. જે બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમનું નિધન થયું હતું.
હંસલ મહેતાના ટ્વીટને રીટ્વીટ કરતા અભિનેતા મનોજ બાયપેયીએ લખ્યું હતું કે, ‘ઓહ આ ખૂબ જ આઘાતજનક છે…શાંતિમાં આરામ કરો દાદા!!’

પ્રદીપ સરકારની ફિલ્મોની વાત કરીએ તો વર્ષ 2005માં તેણે પરિણીતા સાથે ડિરેક્શનની દુનિયામાં પગ મૂક્યો હતો. આ પછી તેમણે ‘લગા ચુનરી મેં દાગ’, ‘લફંગે પરિંદે’, ‘મર્દાની’ અને ‘હેલિકોપ્ટર ઈલા’ ફિલ્મોનું સફળતાપૂર્વક નિર્દેશન કર્યું હતું. ઘણા એવોર્ડ મેળવ્યા છે પ્રદીપ સરકારને તેમના કામ માટે ઘણા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

પ્રદીપને ફિલ્મફેર એવોર્ડ અને ઝી સિને એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તેમના નિધનથી બોલિવૂડ ખૂબ જ દુઃખી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -