Homeટોપ ન્યૂઝ'પાકિસ્તાન તૂટી શકે છે', ભારત ઇચ્છે તો પીઓકે પર આક્રમણ કરી શકે...

‘પાકિસ્તાન તૂટી શકે છે’, ભારત ઇચ્છે તો પીઓકે પર આક્રમણ કરી શકે છે અને પરત લઈ શકે છે’….. જાણો કોણે આમ કહ્યું

પાકિસ્તાન હાલમાં ચારેબાજુ મુશ્કેલીઓથી ઘેરાયેલું છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે પાકિસ્તાન હવે દુનિયાભરમાંથી મદદ માંગી રહ્યું છે. સોશિયલ મીડિયા પર પાકિસ્તાનની તસ્વીરો દેશની દુર્દશા જણાવવા માટે પૂરતી છે. નિષ્ણાતોના મતે પાકિસ્તાનની સ્થિતિ જલ્દી સુધરવાની નથી.
પાકિસ્તાનની સ્થિતિને જોતા, યુએસએની ડેલાવેર યુનિવર્સિટીમાં ઇસ્લામિક સ્ટડીઝ પ્રોગ્રામના ડાયરેક્ટર પ્રોફેસર મુક્તદાર ખાને કહ્યું છે કે, હાલમાં પાકિસ્તાન ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં દેશ તૂટી શકે છે. જો ભારત ઇચ્છે તો યુદ્ધની ઘોષણા કરીને પીઓકે અને અન્ય વિસ્તારોને પોતાની સાથે જોડી શકે છે.
મુક્તદાર ખાને એમ પણ કહ્યું હતું કે ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરના નિવેદનો પર ‘ટિટ ફોર ટેટ’ જેવી પ્રતિક્રિયા આપવાને બદલે, પાકિસ્તાને પહેલા ભારતનો આભાર માનવો જોઈએ કે તે તેના પાડોશી દેશની આર્થિક દુર્દશાનો લાભ નથી લઈ રહ્યું. પાકિસ્તાનના નેતાઓએ આ વાત પોતાના ધ્યાનમાં રાખવી જોઈએ કે ભારતીય નેતાઓ વધુ સન્માનિત છે અને અમારા જેવા નથી.
હાલના સમયમાં પાડોશી દેશ પાકિસ્તાન આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. આને લગતા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે દેશના લોકો બે ટંક ખાવા માટે પણ વલખી રહ્યા છે. કેટલાક વીડિયોમાં લોકો ખાવા-પીવા માટે લાંબી લાઈનોમાં ઉભેલા જોઈ શકાય છે. પાકિસ્તાનમાં અનાજના ભાવ આસમાને છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular