મોરબીની ગોઝારી દુર્ઘટનાને આજે એક મહિનો પૂર્ણ થયો છે ત્યારે આવતીકાલે વિધાનસભા ચૂંટણી માટે મતદાન યોજવાનું છે. એવામાં મોરબી ભાજપમાં અંદરોઅંદરનો વિખવાદ સપાટી પર આવ્યો છે. આજે શહેરમાં વિવિધ જગ્યાએ ભાજપ વિરુદ્ધ પોસ્ટર લાગેલા જોવા મળ્યા હતા. જેમાં ભાજપને મત ના આપવાની અપીલ કરવામાં આવી છે.
આજે શહેરમાં વિવિધ જગ્યાએ પોસ્ટર લાગેલા જોવા મળ્યા હતા જેમાં લખવામાં આવ્યું હતું કે, ‘135થી વધુ લોકો ઝુલાતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા, પ્રથમ માસિક પુણ્યતિથિએ મૃતકો અને ઘાયલોને ન્યાય નહિ તો ભાજપને મત નહિ…’. મતદાનના આગળના દિવસે આવા પોસ્ટર લાગતા મોરબી ભાજપમાં ઘાત પડી હતી. ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાએ તાત્કાલિક પત્રકાર પરિષદ યોજી મતદારોને ભ્રમિત નહીં થવા અપીલ કરી હતી.
અમૃતિયાએ કહ્યું કે, મોરબીમાં અમુક લોકો ખોટા સ્ટંટ અને દેખાવ કરી રહ્યા છે. ખોટાં પોસ્ટર છાપીને આ ગામની ડિઝાઇન ખરાબ કરે છે. જેમને ખોટો રાજકીય લાભ લેવો હોય તેને કાનાભાઈ ના ગમે તે સ્વાભાવિક છે. મને તેની કઈ બીક નથી, મારી જોડે પ્રજા છે, કાર્યકર્તાઓ છે. પ્રજાને પણ ખબર છે કે ભાજપમાં એક-બે તકવાદી તત્વો આવી ગયાં છે. પરંતુ એમનાથી કોઈ ફરક નહીં પડે, મોરબીની પ્રજા ભાજપને અને કાનાભાઈને પસંદ કરે છે. ‘રાવણરાજ’ બંધ કરાવી આવનારા દિવસોમાં ‘રામરાજ’ લાવવું છે.
મોરબી ભાજપમાં અણબનાવ: અમૃતિયાએ કહ્યું,‘ભાજપમાં અમુક તકવાદી તત્વો ઘુસી ગયા છે.’
RELATED ARTICLES