રિક્ષા-ટેક્સીના ભાડાંમાં વધારો: પંદરમી સપ્ટેમ્બરના હડતાળ?

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: સીએનજીના ભાડાંમાં થયેલા ધરખમ વધારા પછી પણ રિક્ષા-ટેક્સીના ભાડાંમાં વધારો નહીં કરવામાં આવતા રવિવારે આ મુદ્દે જો યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો પંદરમી સપ્ટેમ્બરથી હડતાળ પર જઈ શકે છે, એમ સંગઠનના અધિકારીએ જણાવ્યું હતું.
ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને હડતાળ પર જવાનું મોકૂફ રાખવામાં આવ્યું છે, પરંતુ આ મુદ્દે તમામ સંગઠન, પરિવહન વિભાગના વરિષ્ઠ અધિકારી અને સંબંધિત અધિકારી સાથે અગિયારમી સપ્ટેમ્બરના રોજ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને ભાડાં વધારા મુદ્દે ચર્ચા-વિચારણા કરવામાં આવશે, એમ મુંબઈ ટેક્સીમેન યુનિયનના જનરલ સેક્રેટરી એ. એલ. ક્વોડ્રોસે જણાવ્યું હતું.
અગાઉ ભાડાંમાં વધારાનો પ્રસ્તાવ પરિવનહ વિભાગ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે, પરંતુ આ મુદ્દે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જો મીટિંગમાં નક્કર નિર્ણય લેવામાં આવશે નહીં તો પંદરમી સપ્ટેમ્બરથી મુંબઈ રિજનના તમામ ઓટોરિક્ષા-ટેક્સીના સંગઠનો હડતાળ પર જશે, એમ તેમણે જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.